• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટી ના હોદેદારો દ્વારા પ્રજા હિતના પ્રશ્નોની પત્ર પાઠવી પીજીવીસીએલ ને રજૂઆત કરાઇ*

પ્રતિ માનનીય શ્રી એસ ઈ સાહેબ પી જી વી સી એલ મોરબી
સવિનય મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ પ્રજા હિતના પ્રશ્નો ને આ વિનંતી પત્ર દ્વારા આપ સુધી પહોંચાડીએ છીએ.
આપ સાહેબ આ નીચે દર્શાવેલ પ્રશ્નોના સુયોગ્ય નિરાકરણ બાબત યોગ્ય કરશો તેવી વિનંતી.
૧ વર્તમાનમાં જે બિલિંગ સાયકલ છે તે શા માટે બે મહિનાની છે.
૨ ગ્રાહકો જેટલા યુનિટ વાપરે છે તેનું પૂરેપૂરું બિલ ચૂકવે છે તો પછી ગ્રાહકે શા માટે લોડ વધારો માગવાનો.
૩ જે ગ્રાહકો ને મીટર વર્તમાન માં જે બિલ પે કરે છે તેમના નામે નથી પરંતુ તેમના વડીલોના નામે છે તો બિલમાં શા માટે નામ ટ્રાન્સફર કરી આપવામાં આવતું નથી.
૪ જે વિસ્તારમાં વધારે લોડનો વપરાશ છે ત્યાં શા માટે સમયની અંદર ટી સી બદલવામાં આવતું નથી.
૫ હાલમાં આપના ડિપાર્ટમેન્ટ દ્વારા સબ ડિવિઝનોની જે ફાળવણી થઈ છે તો આ પ્રક્રિયા દરમિયાન શા માટે વીજ બિલ ગ્રાહકને સમયની અંદર આપવામાં નથી આવતું.
મોરબી ના પ્રજાજનો ની આ રજૂઆત લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ ના માધ્યમથી કરવામાં આવી છે તો આપ સાહેબ શક્ય એટલો આનો ઉકેલ ટુંક સમયમાં લાવશો અને આ પ્રશ્નોનો જે ઉકેલ લાવો તે આપ અમને લેખિતમાં જાણ કરશો એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ.
મારું મોરબી આપણું મોરબી ભવ્ય દિવ્ય અને સ્વચ્છ મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનનો પાયો રોપતો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ હસ્તે સાત નવી એસટી બસો નું લોકાર્પણ કરાયું*

editor

*HELLO MORBI NEWS: ટંકારા:વીજળીબીલની રકમ રૂપિયા ૪૮,૯૦૦ ના ભરનારને પ્રખર ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટકની ધારદાર દલીલોને ધ્યાનેલઈને કોર્ટે ત્રણમાસ ની સજા ફટકારી*

editor

Leave a Comment