
નવરાત્રિ દરમિયાન ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ
ડીસા નગરમાં 430 મા ગુરૂવારે નવરાત્રિ દરમિયાન પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રીમતી ખુશ્બુબેન ચિન્ટુભાઈ શાહ પરિવારના નિવાસસ્થાને રાખેલ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.
યજમાન પરિવારનું પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી વાજતેગાજતે સન્માન કરવામાં આવ્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 31000 એકત્રીસ હજાર રૂપિયા જેટલી ગૌસેવા એકત્ર થઈ હતી. શ્રીમતી ખુશ્બુબેન ચિન્ટુભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે એમનું ફૂલવર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું.
ગૌમાતા આહવાન અભિયાન નિમિત્તે રાહુલભાઈ જોષીએ સૌને માહિતગાર કર્યા હતા.તારીખ 20-10-2026 મંગળવારે રામ સેના ડીસા દ્વારા રાવણ દહન કાર્યક્રમ હવાઈ પીલ્લર ખાતે હોઈ સૌને સમયસર પધારવા જાણ કરવામાં આવી હતી.
આગામી ગુરુવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન માતુશ્રી તુલસીબેન મહાદેવભાઈ ઠક્કર દ્વારા જલારામ મંદિર ડીસા ખાતે હોઈ સૌને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.
