• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી*

*મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી*

*વિદ્યાર્થીઓ એ પોકેટમની માંથી શૈક્ષણિક કીટ બનાવી સરકારી શાળા ના બાળકો ને અર્પણ કરી*

વિવિધ વિદ્યાશાખા જેવીકે B.com.,B.B.A., B.A., B.C.A., B.Sc., M.com., L.LB., B.Ed., P.G.D.C.A. નુ શિક્ષણ પ્રદાન કરતી મોરબી શહેર ની એકમાત્ર નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષ ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી કરવા મા આવે છે. જે અંતર્ગત પ્રવર્તમાન વર્ષે કોલેજ ના વિદ્યાર્થીઓ એ પોતાની પોકેટમની માંથી બચત કરી શૈક્ષણિક કીટ બનાવી ઉંચી માંડલ પ્રાથમિક શાળા, વિવેકાનંદ પ્રાથમિક શાળા-અમરેલી સહીત ની વિવિધ સરકારી પ્રાથમિક શાળા ના બાળકો ને અર્પણ કરી હતી. આ તકે ઉંચી માંડલ પ્રાથમિક શાળા ના આચાર્ય હરીશચંદ્રસિંહ ઝાલા સાહેબ, અમરેલી પ્રાથમિક શાળા ના આચાર્યા પ્રવિણાબેન મોરસાણીયા, ઓમવીવીઆઈએમ કોલેજ ના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ નુ યુવા ધન નવા વર્ષ ની ઉજવણી વૈભવી પાર્ટી કરી ને ઉજવે છે ત્યારે ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ એ સમાજ ના પછાત વિસ્તાર ના બાળકો ને મદદરૂપ થઈ ઉજવણી કરી હતી. તેમના આ ભગીરથ કાર્ય બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા તથા સર્વે સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*જોડીયા પાસેના પુલ ની તાત્કાલિક મરામત કરો*

Hello Morbi

*મોરબી કોરોના મહામારીના દિવંગતોની આત્માને મોક્ષાર્થે ભાગવત કથામાં ૪૦ હજાર શ્રોતાઓ બેસી the શકે તેવા મંડપને આખરી ઓપ આપી દેવાયો*

Hello Morbi

*અવસાન નોંધ હડીયાણા ભાનુ બેન મહેન્દ્રભાઈ કુબાવત*

Hello Morbi

Leave a Comment