
ટંકારા:તા ૭ (*નેમીશ સેજપાલ દ્વારા*) મૂળ મીતાણાના રહેવાસી અને ટંકારાના જાણીતા ધારાશાસ્ત્રી તેમજ RGB ગ્રુપના ચેરમેન *આર.જી.ભાગીયા એડવોકેટ અને નોટરી* ના સુપુત્ર *ભવ્ય ભાગીયા* એ પોતાની *સોલર* ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ મેળવી *ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇનોવેટિવ રિસર્ચ ઇન ટેકનોલોજી* માં પોતાનું રિસર્ચ પેપર પ્રસિદ્ધ કરી પોતાનું તથા સમગ્ર ભાગીયા પરિવાર તથા ગામનું ગૌરવ વધાર્યું. આ સાથે લોકોને ઘરવપરાશ માટે રિન્યુએબલ એનર્જી એટલે કે સુર્ય ઊર્જાનો ઉપયોગ કરવા અપીલ કરી

