• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા શિક્ષકો તેમજ પ્રોફેસરોને સજ્જ કરતો ત્રિદિવસય ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો*

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા શિક્ષકો તેમજ પ્રોફેસરોને સજ્જ કરતો ત્રિદિવસય ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો.
આજરોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન,મોરબી ના મુકામે શ્રી પી.ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ટીચર ટ્રેનિંગ સેમિનારનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ માં ગુજરાત ના જાણીતા લેખક વક્તા શ્રી જય વસાવડા, મોટિવેશન સ્પીકર શ્રી શૈલેષ સગપરિયા તેમજ વિશ્વ વિખ્યાત પેરેંટિંગ ટ્રેઇનર શ્રી જિતેન્દ્ર ટીમ્બડિયા દ્વારા શિક્ષકોને તેમજ પ્રોફેસરોને તાજગી સભર તાલીમ આપવામાં આવી.
શ્રી શૈલેષ સગપરિયા એ પોતાની આગવી શૈલી માં સમુદ્ર મંથનના રૂપકથી શિક્ષણ ની વાત કરી. દરેક વ્યક્તિનું જીવન પણ સમુદ્રમંથન જેવુ છે અને તેમાંથી નીકળતા વિવિધ રત્નોથી જીવનને સફળ કેમ બનાવવું તે વાર્તાના સારથી સમજાવ્યું. વ્યક્તિ એ સફળ થવા માટે નકારાત્મકતા થી દૂર રહી સતત અને સખત પરિશ્રમથી ધીરજ પૂર્વક આગળ વધવું પડે. આ સફળતા ને ટકાવી રાખવા લોભ લાલચથી દૂર રહી સમય મુજબ અપડેટ થવું પડશે.
જય વસાવડા વાત કરતાં જણાવે છે કે, ગુજરાત ભરમાં શિક્ષકોને સતત તાલીમ આપતી જો કોઈ સંસ્થા હોય તો એ એક માત્ર નવયુગ છે. તેમણે જણાવ્યુ કે સ્કૂલ સબ્દ એ મૂળ સ્કોલા પરથી આવ્યો છે જેનો અર્થ થાય આનંદ આપે એ જગ્યા . આપણાં ઋષિ મુનિ સારા શિક્ષક હતા. જે વાર્તા દ્વારા કથા દ્વારા બોધ આપી લોકોને શિક્ષિત કરતાં. દરેક માણસના જીવન માં વનવાસ આવે છે. જે માંદગીરૂપે હોય, ધંધાની નુકસાની હોય, વિદ્યાર્થી નાપાસ થયો હોય પણ આ વનવાસ ના સમય માં જે કર્મ ચાલુ રાખે છે તે હીરો બની બહાર આવે છે.
પેરેંટિંગ ટ્રેઈનર શ્રી જીતેન્દ્ર ટીંબડીયાએ પોતાની યુનિક સ્ટાઇલમાં શિક્ષકોને માનવતાનો માળી કેવી રીતે બને તેની રસપ્રદ વાતો કરી. બાળક એક બીજ છે અને જેનું જતન,સિંચન, સંસ્કાર કેવી રીતે આપવા તેનું સચોટ માર્ગદર્શન કર્યું
આ ત્રિદિવાસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર ને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળદેવભાઇ સરસવાડીયા તેમજ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન ની મેનેજમેંટ ટીમે જહેમત ઉઠાવી.

Related posts

*HELLO MORBI:ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ૨૦૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે પુસ્તક વિક્રય કેન્દ્ર બન્યું લોકોના આકર્ષણનું કેન્દ્ર*

editor

*HELLO MORBI:સોખડા ગામ પાસે આવેલ ફાસ્ટન લેમીનેટ કારખાનામાં ટેંકરમાંથી કેમીકલ ચોરી કરતા બે ઇસમોને કુલ કી.રૂ.૪૧,૭૦,૨૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:મોરબીના વધુ એક જમીન કોભાંડ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કલેકટરને રજૂઆત*

editor

Leave a Comment