• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

FARMERS PROTEST: CM કેજરીવાલનો પંજાબના CM પર મોટો આક્ષેપ, કહ્યું- ‘પુત્ર માટે ખેડૂત આંદોલન વેચી દીધુ?’

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વચ્ચે વાર પલટવાર સતત ચાલુ છે. વાત જાણે એમ છે કે પંજાબના સીએમએ ખેડૂતોના પક્ષમાં કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યાં હતા. જેના પર દિલ્હીના મુખ્યમંત્રીએ પલટવાર કરતા સવાલ પૂછ્યો કે તમે શું ખેડૂતોના આંદોલનને વેચી દીધુ છે?

નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ  (CM Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ (amarinder singh) વચ્ચે વાર પલટવાર સતત ચાલુ છે. વાત જાણે એમ છે કે પંજાબના સીએમએ ખેડૂતોના પક્ષમાં કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યાં હતા. જેના પર દિલ્હીના મુખ્યમંત્રીએ પલટવાર કરતા સવાલ પૂછ્યો કે તમે શું ખેડૂતોના આંદોલનને વેચી દીધુ છે?

Farmers Protest LIVE: ખેડૂતોની ભૂખ હડતાળ ચાલુ, દુષ્યંત ચૌટાલાએ ગડકરી સાથે કરી મુલાકાત

કેજરીવાલનો અમરિન્દર પર પલટવાર
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ‘કેપ્ટનજી, હું શરૂઆતથી જ ખેડૂતોની સાથે ઊભો છું. દિલ્હીના સ્ટેડિયમને જેલ ન બનવા દીધુ. કેન્દ્ર સામે લડ્યો. હું ખેડૂતોનો સેવાદાર બનીને તેમની સેવા કરું છું. તમે તો તમારા પુત્રના ED કેસને માફ કરાવવા માટે કેન્દ્ર સાથે સેટિંગ કરી લીધી, ખેડૂતોનું આંદોલન વેચી દીધુ? કેમ?’

અમરિન્દરે કેજરીવાલ પર સાધ્યું હતું નિશાન
પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવતા કહ્યું હતું કે ‘કેજરી સરકારે 23 નવેમ્બરના રોજ કૃષિ કાયદામાંથી એકને બેશર્મીથી નોટિફાય કરીને ખેડૂતોની પીઠમાં ખંજર ભોક્યું છે અને હવે તેઓ સોમવારે ખેડૂતોની ભૂખ હડતાળના સમર્થનમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરીને નાટક કરી રહ્યા છે.’

 

 

Related posts

કોવિશીલ્ડની સાઇડ ઇફેકટનો શખ્સે દાવો ઠોકતા સીરમે સામે ફટકાર્યો અધધ કરોડનો માનહાનિ કેસ

Hello Morbi

*HELLO MORBI: મોરબી નજીક કાર આંતરી બળજબરીથી રૂ. ૨૩ હજાર પડાવી લેનાર શખ્સને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ:*

editor

*HELLO MORBI: ટંકારા:અવસાન નોંધ:બેસણું*

editor

Leave a Comment