• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નજીક કાર આંતરી બળજબરીથી રૂ. ૨૩ હજાર પડાવી લેનાર શખ્સને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ:*

મોરબી તાલુકાપોલીસ સ્ટેશનના બળજબરીથી કઢાવી લેવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મુદામાલની રકમ તથા ગુનામાં વપરાયેલ કાર સાથે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી કાઇમ બ્રાન્ચ મોરબી
તા-૨૬/૦૬/૨૦૨૩
ગઇ કાલ તા.૨૫/૦૬/૨૦૨૩ નારોજ ફરીયાદી શ્રી, પરેશભાઇ લક્ષ્મણભાઇ રાવત રહે, રવાપરરોડ, મોરબી વાળા પોતાની કાર લઇને મોરબી માળીયા હાઇવેરોડ ઉપર રવિરાજચોકડી પાસેથી પસાર થતાં હતા તે દરમ્યાન પાછળથી અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451 વાળીના ચાલક ફરીયાદીશ્રીની ગાડીનું ઓવરટેક કરી ફરીયાદીની ગડીને રોકી મારી ગાડી સાથે ગાડી કેમ ભટકાડેલ તેમ કહી માથાકૂટ કરી ફરીયાદીશ્રીને જાનથીમારી નાખવાની ધમકી આપી, ડરાવી ધમકાવી ફરીયાદીશ્રી પાસેથી બળજબરીથી રૂ. ૨૩,૦૦૦/- કઢાવી લીધેલ જે બાબતે ફરીયાદીશ્રી એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૭૧૮૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૭ મુજબ આજરોજ ગુનો રજી. કરાવેલ છે.
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ સદરહું ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક અસરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી મોરબી નાઓને સુચના આપતા પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ શ્રી, ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ. એલ.સી.બી મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ,એલ.સી.બી. તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડના માણસો આ આરોપી તથા કારની તપાસમાં હોય તે દરમ્યાન હ્યુમન ઇન્ટલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ મારફતે સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451 વાળીનો ચાલક મહમદઅવેશ નસરૂદીનભાઇ ઘોણીયા રહે. રાજકોટ વાળો હોવાની હકીકત મળતા તુરત જ એક ટીમ રાજકોટ ખાતે રવાના કરી આ કામે ગુનામાં સંડોવયેલ આરોપી તથા મુદામાલની રોકડ રકમ રૂ. ૨૩,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451 મળી આવતા મજકુર મહમદઅવેશ નસરૂદીનભાઇ ઘોણીયા ઉવ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે,ઘાંચીવાડ શેરી નં.૦૨/૦૭ જીલ્લા ગાર્ડન પાસે રાજકોટ વાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
આમ, બળજબરીથી રૂ. ૨૩,૦૦૦/- કઢાવી લેનાર આરોપીને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી મુદામાલની પુરેપુરી રકમ તથા ગુનામાં વપરાયેલ કાર સાથે આરોપીને પકડી પાડવામાં મોરબી ાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી.એ.ડી.જાડેજા, તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે*

editor

*HELLO MORBI: ૨૨ ડિસેમ્બરના રોજ આઈ.ટી.આઈ.વાંકાનેર ખાતેઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના 65મા જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલ ‘મિયાવાંકી ફોરેસ્ટ’નું નગરજનોને અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી*

Hello Morbi

Leave a Comment