• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

JOE BIDENએ લાઈવ ટીવી પર લીધી CORONA VACCINE, લોકોને કહ્યું- “હવે ડરવાની જરૂર નથી”

અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)ને કોરોના વેક્સિનની રસી મુકવામાં આવી છે. 78 વર્ષીય બાઈડેન કોરોનાના હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. હાલ બાઈડેનને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે

વોશિંગ્ટન: અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)ને કોરોના વેક્સિનની રસી મુકવામાં આવી છે. 78 વર્ષીય બાઈડેન કોરોનાના હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. હાલ બાઈડેનને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. લાઈવ ટીવી પર નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને રસી મુકવામાં આવી. આ સમય પર બાઈડેને વૈજ્ઞાનિકો, મેડિકલ સ્ટાફ સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો. તેમણે Pfizerની તરફથી વિક્સિત કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. અમેરિકામાં ફાઈઝરની કોરોના વેક્સિનને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

જાન્યુઆરીમાં બધાને મળશે!
ડેલાવેયરના ક્રિસ્ટિયાનાકેર હોસ્પિટલમાં એક નર્સે સોમવાર બપોરે ફાઈઝર અને વાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિનનો પ્રથમ ડોઝ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)ને આપ્યો. બાઈડેને જનતામાં આત્મવિશ્વાસ ઉજાગર કરવાના ઉદેશ્યથી કોરોના વેક્સિનનો ડોઝ લાઈવ ટીવી પર લીધો. તે દરમિયાન બાઈડેને કહ્યું, ચિંતાની કોઈ વાત નથી. વેક્સિન હવે ઉપલબ્ધ છે અને હું તમને બધાને વેક્સિન લેવાનો આગ્રહ કરું છું. અમેરિકામાં જાન્યુઆરીથી કોરોના વેક્સિન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થવાની સંભાવના છે.

સંપૂર્ણ રીતે સુરક્ષિત છે Vaccine
બાઈડેને આ સંબંધમાં એક ટ્વીટ પણ કર્યું છે. તેમણે લખ્યું છે કે, કોરોના મહામારીથી બચવા માટે વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાએ જે અથક પરિશ્રમ કર્યો છે. તેને અમે ક્યારે ભૂલીશું નહીં. અમે બધા માટે આભારી છે. રસિકરણને લાઈવ દેખાળ્યા બાદ તેમણે કહ્યું કે અમેરિકાના લોકોમાં વિશ્વાસ ઉજાગર કરવા માટે આ કરવામાં આવ્યું હતું. બાઈડેને કહ્યું કે, અમે જનતાને આ જણાવવા માંગીએ છે કે, વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને હવે ડરવાની કોઈ વાત નથી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જામનગર અને ઇસરોના વિજ્ઞાનીઓની હાજરીમાંબાલવૈજ્ઞાનિકોનો વિજ્ઞાન પ્રયોગ મહોત્સવ યોજાયો*

editor

*HELLO MORBI: રવિવારે મોરબીમાં વિનામુલ્યે એક્યુપ્રેસરથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર*

editor

*HELLO MORBI:દ્વારકેસ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ઠંડા પીણા ની સેવા પૂરી પાડતા યુવાનો*

editor

Leave a Comment