• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: લાતી પ્લોટ વિસ્તાર માં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો ની જથ્થા સાથે એક ઇસમોને પકડી પાડતી મોરબી સીટી એ ડિવિ. પો.સ્ટે. ટીમ*

મોરબી સીટી એ ડિવિ. પો.સ્ટે. લાતી પ્લોટ શેરી નંબર ૧/૨ વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો નંગ-૧૦,૦૦૦ કી.રૂ.૨૦,૫૪,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૦,૫૯,૮૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમોને પકડી પાડતી મોરબી સીટી એ ડિવિ. પો.સ્ટે. ટીમ

ગુજરાત રાજયના માન. ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબેએ સમગ્ર ગુજરાત રાજયમાં નશીલી ચિજવસ્તુનુ ચોરીથી થતું વેચાણ તથા હેરાફેરી સદંતર બંધ કરાવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી, વિકાસ સહાય સાહેબ ડી.જી.પી. ગુજરાત રાજ્યનાઓએ માન. ગૃહ મંત્રીશ્રીની સુચના મુજબ સમગ્ર ગુજરાત રાજયમાં અસરકારક કામગીરી કરવા આદેશ કરતા શ્રી, અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં નારકોટ્રીકસને લગતા કેસો કરવા અને આવી ગે.કા. પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ, મોરબી નાઓના માર્ગદર્શન હેઠડ અમોને ખાનગી રાહે મળેલ હકિકત આધારે લાતી પ્લોટ શેરી નં.૧/૨ની વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટમાં એબોટ કંપનીની ફેન્સીડીલ નામની નશાકારક કોડેઇન યુકત કફ સીરપનો ગેર કાયદેસર જથ્થો પડેલ છે અને હાલમાં પણ ટ્રાન્સપોર્ટમાં પડેલ છે તેવી ચોક્કસ બાતમી હકિક્ત મળેલ હોય જે હકીકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો નંગ-૧૦,૦૦૦ કી.રૂ.૨૦,૫૪,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૦,૫૯,૮૦૦/- નો મુદામાલ મળી આવતા મોરબી સીટી એ ડિવિ. પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) આશીફ આમદભાઇ રાઠોડ/સીપાઇ ઉ.વ.૪૦ રહે. મોરબી વાવડી રોડ, ભારતપાન વાળી શેરી મોરબી

> પકડવાના બાકઆરોપીનાનાસરનામા:-
(૧) ટ્રોન્સપોર્ટ/ગોડાઉનના માલીક :- ગોપાલભાઇ પરબતભાઇ ભરવાડ રહે. રાજકોટ
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) નશાકારક સીરપની બોટલો નંગ-૧૦,૦૦૦/- કી.રૂ. ૨૦,૫૪,૮૦૦/- –
૨) મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડિવિ. પો.સ્ટે. તથા પો.સબ.ઇન્સ. પી.આર.સોનારા, એ.એસ.આઇ. કિશોરભાઇ ગોવિંદભાઇ મકવાણા, જનકભાઇ છગનભાઇ મારવાણીયા, પો.હેડ કોન્સ. અરવિંદભાઇ માવજીભાઇ ઝાપડીયા, પો.કોન્સ. રમેશભાઈ લાલજીભાઇ કાનગડ, કિશનભાઇ ધીરૂભાઇ મોતાણી સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ
હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજ્ય કક્ષાના હોમગાર્ડ્ઝ રમત મહોત્સવમાં મોરબીનું ગૌરવ વધ્યું; શૂટિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ જિલ્લા કમાન્ડન્ટશ્રી દીપ પટેલ સન્માનિત*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૭ ઇસમોને રોકડા રૂપીયા-૮૩,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*કોવિડ ના નવા વેરીયન્ટ ઓમિક્રોન અંગે બાળકો ના વાલીઓ તથા શાળાઓ ને જરૂરી સુચનો આપતા મોરબી ના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા*

Hello Morbi

Leave a Comment