• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબીના સામાકાંઠે PGVCLની ડિવિઝન ઓફિસ તથા 3-સબ ડિવિઝન ઓફિસ મંજૂર

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની રજુઆત સફળ નીવડી
મોરબી : મોરબી જિલ્લામાં પીજીવીસીએલના પ્રશ્નોના નિરાકરણ માટે લોકોને પડતી હાલાકી નિવરવા માટે વધુ પીજીવીસીએલના ડિવિઝનો ફાળવવા જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ રાજ્યના ઉર્જામંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને રજુઆત કરી હતી. જેના પગલે મોરબી જિલ્લામાં પીજીવીસીએલની ડિવિઝન ઓફિસ તથા 3-સબ ડિવિઝન ઓફિસ મંજૂર કરવામાં આવી છે.                                    મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ રાજ્યના ઉર્જામંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને રૂબરૂ મળીને રજુઆત કરતા મોરબી શહેર અને તાલુકામાં પડતી હાલાકીને ધ્યાને લઈને મોરબી-2 માં પીજીવીસીએલના બીજા ડિવિઝન ઓફિસને મંજૂરી આપવામાં આવી છે. તેમજ મોરબી જિલ્લાના મોરબી-ટંકારા તાલુકા માટે 3 અલગ સબ ડિવિજનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોરબી તાલુકામાં નાની વાવડી, ઘુંટુ અને ટંકારા તાલુકામાં લજાઈ ખાતે આમ ડિવિજન ઓફિસ તથા 3 સબ ડિવિજન મળતા જિલ્લામાં લોકોને વીજળી પ્રશ્ને પડતી હાલાકી હળવી થશે અને પીજીવીસીએલના કાર્યમાં ગતિ આવશે તેવી આશા જાગી છે.

Related posts

*આ કારમી મોંઘવારીમાં માત્ર રૂપિયા 10 માં શેરડીનો રસ એક લોટો!!!*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયા: ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી સંતશ્રી ભોલેબાબાની ૩૯ મી પુણ્યતિથિ ઉજવાશે*

editor

*HELLO MORBI:શું તમે સોરાયસિસ, ખરજવું કે અન્ય ચામડી ના રોગોથી પરેશાન થઈ ગયા છો?તો આજેજ સંર્પક કરો અપામાર્ગ*

editor

Leave a Comment