• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયા: ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી સંતશ્રી ભોલેબાબાની ૩૯ મી પુણ્યતિથિ ઉજવાશે*

જોડીયા:તા૧૧ જોડિયા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જોડિયાની રામવાડીમાં સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૯ મી પુણ્યતિથિ ) નિમિતે ભવ્ય સંતવાણી – ભવ્ય ભંડારો તથા ધુવાણાબંધ ગામ જમણવાર ( હેડીગ ) પૂરજોશમાં ત્યારી : સંતો મહંતો પધારશે : ભાવિકોમાં ઉત્સાહ,,,, જોડિયાધામ : જામનગર જિલ્લાના જોડિયા મુકામે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર ” રામવાડી ” માં શ્રી દ્વારકાધીશ તથા શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની અસીમ કૃપાથી તથા પ પૂજ્ય સંતશ્રી ભોલેદાસબાપુની શુભ પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષ પણ પ પૂજ્ય સંતશ્રી ધરમલાલબાપાના પાવન સાનિધ્યમાં પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૯ મી પુણ્યતિથિ ) સમસ્ત જોડિયા ગામ હિન્દુ સમાજ દ્વારા અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે,,,પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૯ પુણ્યતિથિ ) નિમિતે તારીખ : ૧૨ / ૬ / ૨૫ ને ગુરૂવારના રોજ શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ સૌ ભાવિક ભક્તજનો દ્વારા સામુહિકમાં સંગીતમય સુંદરકાંડના પાઠ, શ્રી હનુમાન ચાલીસા, ધૂન, સકીર્તન રાખેલ છે તૅમજ તારીખ : ૧૨ / ૬ / ૨૫ ને ગુરૂવારના રોજ રાત્રે ૧૦ : ૦૦ ક્લાકે ભવ્ય સંતવાણી – ભજનનો કાર્યક્રમ રાખેલ છે જેમાં ગુજરાત સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ભજનના આરાધક શ્રી રામદાસ ગોંડલીયા, શ્રી કેતન દવે તથા શ્રી અશોકભાઈ ભાયાણી તથા તેમના સંગીતના સાથીદારો અનેરા સંગીતની શેલી સાથે સંતવાણી ભજનોની રંગત જમાવશે ,,, આ ઉપરાંત પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૯ મી પુણ્યતિથિ ) ના પાવન પુણ્યશાળી અવસરે તારીખ : ૧૩ / ૬ / ૨૫ ને શુક્રવારના રોજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧૨ : ૧૫ ક્લાકે પૂજ્ય ભોલેબાબાજીનો ભવ્ય ભંડારો ( મહાપ્રસાદ ) રાખેલ છે જેમાં અનેક જગ્યાએથી સંતો મહંતો તથા રમતારામ મહાત્માઓ પધારશે તૅમજ સાંજે ૫ : ૦૦ વાગ્યાથી સમસ્ત જોડિયા ગામ માટે હિન્દુ સમાજનો ધુવાણાબંધ મહાપ્રસાદ રાખેલ છે આ દીવ્ય પાવન પુણ્યશાળી અવસરે ગુજરાતભરમાંથી ઉદાસીન મહાત્માઓને નિમંત્રણ અપાયા છે તૅમજ અનેક જગ્યાએથી સંતો મહંતો પધારશે અને ભાવિકોને સંત દર્શન સંત સત્સંગનો લ્હાવો મળશે રામવાડીમાં દીવ્ય ધાર્મિક માહોલ થશે ભજન ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ થશે આ દીવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વે ભાવિક ભક્તજનોને પધારવા સમસ્ત જોડિયા ગામ હિન્દુ સમાજ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે(*લલીત નિમાવત દ્વારા*)

Related posts

*HELLO MORBI:મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા* *મોરબી, ૨૬ ઓગસ્ટ*

editor

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના તારાણા ગામે ગ્રામ સમસ્ત આહિર તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજશે*

editor

*HELLO MORBI:મોરબીમાં આજથી પંચમુખી હનુમાનજી મંદિરે રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ શરૂ*

editor

Leave a Comment