• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘુંટુ ગામે માનસિક તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઈને પરણીતાનો આપઘાત*

મોરબી: મોરબીના સામાં કાંઠે હળવદ રોડ ઉપર આવેલ ઘૂટું ગામ નજીક આવેલ જનકપુરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત મીઠું કરતા બનાવની નોંધ લઈ તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.                                              મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ જનકપુરમાં નિશાળ વાળી શેરીમાં રહેતા ભાવેશભાઈ જયંતીભાઈ કાનાણીના 26 વર્ષીય પત્ની ઇલાબેને તેના ઘરે ગળાફાંસો લગાવીને મોત મીઠું કરતા પોલીસે મૃતકના પરિજનોની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા છ માસથી ઇલાબેન ભાવેશભાઈ કાનાણીને માનસિક તકલીફ રહેતી હતી. જેનાથી કંટાળીને તેઓએ ગળેફાંસો ખાઇ લીધો છે. મૃતકના લગ્નનો ગાળો પાંચ વર્ષનો હતો અને પરિવારમાં સાસુ-સસરા સાથે રહેતા હતા. તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. એસ.આર.ચાવડા ઉક્ત બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Related posts

*અરણેશ્વર દાદા ના પ્રાગટ્ય વિશે જે કાંઈ માહિતી મળી તેને સંકલન કરી અહીં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું*

Hello Morbi

*HELLO MORBI: HELLO MORBI NEWS:મોરબીના કાન્તિ નગરમાં રોડ રસ્તા બનાવવા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત*

editor

*મોરબી: તાલુકા પોલીસ સ્ટેશનના હત્યા ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment