• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઇંગ્લીશ દારુનુ કટીંગ થાય તે પહેલા ટ્રકમાં ચોરખાનુ બનાવી છુપાવી રાખેલ ઇંગ્લીશ દારુની બોટલ નંગ- ૪૮૬૦ કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦ /- ભરેલો ટ્રક પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ*

 

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારની સમથેરવા ગામની સરકારી ખરાબાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮૬૦ કિ. રૂ.૧૮,૨૨,૫૦૦/- તથા ટ્રક અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ

 

રેન્જમાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા માટે તેમજ આવી ગે.કા. પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવા માટે ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ રાજકોટ રેન્જ નાઓએ રેન્જના તમામ જીલ્લાઓને સુચના કરેલ જે અન્વયે પો.ઇન્સ.શ્રી એમ.પી.વાળા નાઓને હકીકત મળેલ કે વસંત કાનજીભાઇ વાણીયા રહે. પીપળી સુરેન્દ્રનગર વાળો વાંકાનેર તાલુકાના સમથેરવા ગામે ઇંગ્લીશ દારુનુ કટીંગ કરવાનો હોય હકીકત આધારે સ્ટાફના રસીકભાઇ પટેલ, કુલદીપસિહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા તથા ધર્મેન્દ્રસિહ વાઘેલા નાઓએ ટ્રકમા ચોરખાનુ બનાવી પોતાના આર્થિક ફાયદા સારૂ વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સમથેરવા ગામની સરકારી ખરાબાની વીડીમાં રાખી પોલીસની હાજરી પામી જતા વિદેશી દારૂ ભરેલ ટ્રક જગ્યા પર છોડી નાશી જતા ભારતિય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ એમ.એલ. ની કંપની સીલબંધ બોટલો કુલ નંગ ૪૮૬૦/- કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦/- નો તથા ટ્રક નં જીજે ૦૩ એ.ટી.૨૧૧૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ મળી આવતા આરોપી (૧) વસંત કાનજીભાઇ વાણીયા રહે, પીપળી તા. પાટડી જી.સુરેન્દ્રનગર તથા (૨) ટ્રક નં જીજે ૦૩ એ.ટી. ૨૧૧૯નો ડ્રાઇવર તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 

રીપોર્ટ: ઔતમ ધામેચા

તસ્વીર મિલન મહેતા

વાકાનેર

Related posts

*HELLO MORBI:નવયુગ બી.એડ્ કોલેજના તાલીમાર્થીઓ દ્રારા ટીંબળી પ્રાથમિક શાળાની શિક્ષણસફર*

editor

*કોરોના વોરિયર્સ મોરબી સિવીલ હોસ્પિટલ ના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું અમદાવાદ સારવાર દરમિયાન કોરોના ને લીધે મૃત્યુ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામની શ્રી ગૌરામકથા સુખરૂપ સંપન્ન*

editor

Leave a Comment