• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા*

મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની બાળકી બે દિવસ પૂર્વે થઈ હતી ગુમ

મોરબી : મોરબીના સરતાન પર રોડ પર સિરામિક ફેકટરીમાં કામ કરતા એક મજૂર પરિવારની બાળકીનું બે દિવસ પૂર્વે અપહરણ થયું હતું. આ બાળકીનો આજે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક રીતે બાળકીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

 

આ બનાવની તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ પર સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી બે દિવસ પૂર્વે એકાએક ગુમ થઈ જતા તેઓએ તાલુકા પોલીસ મથકે અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી કરી બાળકીની તપાસ પણ હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજમાં બાળકી રમતી રમતી ક્યાંક જતી રહી હોવાનું દેખાયુ પણ હતું.                                                                બાદમાં આજે આ 7 વર્ષની બાળકીનો મૃતદેહ કારખાનાં બાજુમાં આવેલ પાંજરાપોળની હદ પાસેથી મળ્યો છે. આ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે. ઘટના અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં મૃતદેહ શંકાસ્પદ લાગતા તેને ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો છે. હાલ આ મામલે પોલીસે સઘન તપાસ આદરી છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*ડીસાના સી.એ.થયેલ રઘુવંશી નવયુવાન પ્રસન્ન ઠકકરનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન* 

Hello Morbi

*મોરબી બી ડવિઝન પોલીસ ની સરાહનીય કામગીરી ફેસબુકમાં આત્મહત્યાની પોસ્ટ મૂકી મહિલા જીવન ટૂંકાવે તે પહેલાં જ બચાવી લીધી*

Hello Morbi

Leave a Comment