• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના સી.એ.થયેલ રઘુવંશી નવયુવાન પ્રસન્ન ઠકકરનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન* 

ડીસા નગરના જાણીતા લોહાણા અગ્રણી તેમજ ટેક્ષેશન એડવોકેટ દીલીપભાઈ બચુભાઇ ઠકકર ના નાના દીકરા પ્રસન્નકુમારે તાજેતરમાં જ સી.એ.ની ડીગ્રી પ્રાપ્ત કરી ડીસા નગર તેમજ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.અનેક તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરી સૌને પ્રોત્સાહિત કરતી ડીસાની અગ્રણી સેવાભાવી સંસ્થા શુભેચ્છક ગ્રુપ દ્રારા પ્રસન્ન ઠકકરનું સાલ,પુસ્તક, રામ પ્રતિમા,ફૂલછડીથી દબદબાભેર સન્માન કરી અભિનંદન, આશીર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રેરણાદાયી અવસરે શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,મફતલાલ મોદી, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,નટુભાઈ વ્યાસ, બળદેવભાઈ રાયકા,જયેશભાઈ દેસાઈ, આનંદભાઈ પી.ઠક્કર, મહેશભાઈ ઉદેચા, દિનેશભાઈ કવિરાજ, મહેશભાઈ મનવર, ચંદુભાઈ એટીડી,,દિનેશભાઈ ચોક્સી,ઈશ્ર્વરભાઈ રાવળ સહિત સૌ કોઈએ ખાસ ઉપસ્થિત રહીને સી.એ. પ્રસન્નકુમારનું સન્માન કર્યું હતું.સન્માનપત્રનું વાંચન નાથાલાલ બ્રહ્મક્ષત્રિયએ કર્યું હતું જ્યારે પ્રસંગોચિત ઉદબોધન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

દીલીપભાઈ વકીલ, મીનાક્ષીબેન ઠકકર, સી.એ.પાર્થિવ ઠકકર,હનીબેન ઠકકર સહિત સમગ્ર પરિવારે પ્રસન્નકુમારના સન્માન બદલ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ શિક્ષણ ક્ષેત્ર માટે જરૂરી સહકાર આપવાની પણ ખાત્રી આપી હતી.દીલીપભાઈ વકીલના બેઉ દીકરાઓ સી.એ.હોવાથી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ તેમજ ડીસા નગરના ગૌરવમાં વિશેષ વૃધ્ધિ થઈ છે.

Related posts

*HELLO MORBI:મોરબીમાં રફાળિયા પાસે નવનિર્મિત જી.પી.સી.બી.ની પ્રાદેશિક કચેરીનું લોકાપર્ણ કરતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

*HELLO MORBI:નારી વંદન સપ્તાહ’ મોરબી તાલુકાના વિરપર ગામની નવયુગ કોલેજ ખાતે યોજાયો*

editor

*ડીસા જલારામ મંદિરે હિમાલય-ગંગોત્રીના સંત સીતારામ બાપુની થઈ પધરામણી*

Hello Morbi

Leave a Comment