• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરમાં વહેલી સવારે બિલ્ડર પર ફાયરિંગ : મોઢા પર ઇજા*

ટીના પેઢડીયા નામના બિલ્ડરને અગાઉ જયેશ પટેલ સાથે મનદુ:ખ થયુ હતું : જયેશે ધમકી પણ આપી હતી : જિલ્લામાં નાકાબંધી

જામનગરમાં વધુ એક વખત ભયનો માહોલ ઉભો થયો છે. કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલએ જેને પતાવી દેવાની ધમકી આપી હતી એ ટીના પેઢડિયા પર સવારમાં જ ફાયરિંગ થતા સનસનાટી મચી ગઇ છે.લાલપુર રોડ પર રહેતા ટીનાભાઈ પેઢડીયા આજે સવારે પોતાના ઘરેથી ઇવા પાર્ક ખાતેની પોતાની સાઇટ પર પહોંચ્યા ત્યાં જ અજાણ્યા શખ્સોએ તેની પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી ટીનાભાઈના મોઢાના ભાગે ઘુસી ગઈ હતી. આ બનાવને અંજામ આપી આરોપીઓ નાશી ગયા હતા. આ બનાવના પગલે ઘાયલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અજાણ્યા શખ્સોને પકડી પાડવા માટે એલસીબી, એસઓજી અને જિલ્લાભરની પોલીસ નાકાબંધીમાં લાગી ગઈ હતી.

ઘાયલ ટીનાભાઈ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે જયેશ પટેલ દ્વારા વકીલ કિરીટ જોશીની હત્યા કરવામાં આવી હતી ત્યારે જયેશ પટેલે આ ટીનાભાઈને ફોન કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી દીધી હતી. આ મનદુ:ખને લઈને જયેશ પટેલ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાની થિયરી ઓર પોલીસ હાલ કામે લાગી છે. કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે અગાઉ જયશુખ ઉર્ફે ટીનાભાઈને ફોન કરી ધમકી આપી હતી. જમીન બાબતના મનદુ:ખ અને જયેશ પટેલની આળખીલી રુપ બનેલા વકીલ કિરીટ જોશી સાથેના ટીના અને તેના ભાઈ હસું પેધડિયાના સંબંધોને લઈને જ્યેશે આ ધમકી આપી હોવાનો જે તે સમયે ખુલાસો થયો હતો. આ ઘટના બાદ જયેશ હજુ સુધી પોલોસ પહોંચથી બહાર છે. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી આરોપીઓને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી છે.એક તરફ પોલોસ દ્વારા ઓપરેશન જયેશ પટેલ ચલાવવામાં આવી રહ્યું છે. જયેશની કાબુમાં કરવા સ્પેશ્યલ એસપી સહિતની ઉતારવામાં આવી છે ત્યારે જો આ ઘટનામા જયેશ પટેલની સંડોવણી સામે આવે તો પોલીસ માટે પણ શરમજનક કહી શકાય.

શરદ એમ.રાવલ..

હડિયાણા..

8160670219

Related posts

*મોરબી લોહાણા સમાજ ના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટક નુ આકસ્મિક અવસાન થતા મોરબી ખાતે આગામી ૩-૭ ના રોજ યોજાનાર રઘુવંશી મહાસંમેલ મોકુફ*

Hello Morbi

*HELLO MORBI:આપઘાત કરવા નીકળેલી મહિલાને 181 મહિલા હેલ્પલાઇન મોરબી દ્વારા જીવ બચાવાયો*

editor

*મિડીયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડીયા(MDI)ના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની વરણી જાહેર કરાઈ*

Hello Morbi

Leave a Comment