• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાની માર્ગદર્શિકા જાહેર કરાઇ*

મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન તા.૧૧-૦૬-૨૦૨૩ થી તા.૨૦-૦૬-૨૦૨૩ સુધીમાં જે સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી તાલુકામાં ૯૪, વાંકાનેર તાલુકામાં ૪૦, હળવદ તાલુકામાં ૩૦, ટંકારા તાલુકામાં ૧૪, માળિયા તાલુકામાં ૧૧ એમ જીલ્લાના કુલ ૧૮૯ સગર્ભા બહેનોની સંપૂર્ણ વિગત સાથે માહિતી એકઠી કરી લીધેલ છે. તેમનું દૈનિક ધોરણે આરોગ્ય કર્મચારી તથા આશા બહેનો દ્વારા સઘન ફોલોઅપ લઈને તેની સલામત પ્રસુતિ થાય તેની સમ્પૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
દેવામાં આવી છે. વાવાઝોડાઓથી થતી ઈજાઓની સારવાર તેમજ વાવાઝોડા સાથે વરસાદના કારણે પાણીજન્ય રોગ ચાળો તથા વાહકજન્ય રોગચાળો ઉદભવે નહિ તેની તકેદારી બાબતેનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા કરી દીધેલ છે.
આ ઉપરાંત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરેલ લોકોનું મેડીકલ ટીમ દ્વારા સમયાંતરે મેડીકલ ચેકઅપ કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા પંચાયતની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS: માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ તથા દેશીદારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો*

editor

*HELLO MORBI:શહેજાદાએ પીર મદની સરકાર મુફ્તી એ મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સીદીકમિયા બાપુ કાદરીએ આફાની દુનિયાને અલવિદા કરી*

editor

*HELLO MORBI:મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો તાલીમ વર્કશૉપ યોજાયો*

editor

Leave a Comment