• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર નગરપાલિકા ની ચૂંટણીના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ : ડમી ફોર્મ ભરનાર ભાજપના જીતુ સોમાણી ચૂંટણી મેદાને*

વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી વધારે શાસન ચલાવનાર ભાજપ અગ્રણી જીતેન્દ્રભાઈ કાંતિભાઈ સોમાણી 60 વર્ષની ઉંમર અને ત્રણ ટર્મ રહ્યા હોય તેવા નેતાને ટિકિટ નહીં આપવાના ભાજપના નવા નિયમો ઉકેલ શોધી કાઢી બન્ને નિયમ હેઠળ આવતા હોવા છતાં આજે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતા ડમી ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણી ચૂંટણી મેદાનમાં જંગમાં આવી ગયા છે.

 

આજેરોજ ઉમેદવારીપત્રોની ચકાસણી સમયે વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર ૩ના ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મણિલાલ રાજવીરનું ફોર્મમાં ક્ષતિ હોય ચૂંટણી અધિકારી દ્વારા આ ભૂલ સુધારવા તક આપવામાં આવી હતી પરંતુ ઉમેદવાર હાજર ન રહેતા અંતે ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવી જીતુભાઈ સોમાણીનું ડમી ઉમેદવાર તરીકેનું ફોર્મ માન્ય કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની અસરોને પહોંચી વળવા માટે ગુજરાત સજ્જ*

editor

*HELLO MORBI:મારી માટી મારો દેશ’- ઈસ ધરતી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી ટંકારા તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: ઘર બેઠા બનશે આયુષ્માન કાર્ડ: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો અનેરો સંકલ્પ*

editor

Leave a Comment