• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મન્સુરી પીંજારા સમાજનાં અગ્રણીઓ દ્રારા જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે ખત્ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.*

જોડીયામાં તારીખ ૧૪/૦૨/૨૦૨૧ ને રવિવારના રોજ સુન્ની મુસ્લિમ પીંજારા સમાજનાં અગ્રણઓ દ્વારા ખત્ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જોડીયા ગામમાં આવા કેમ્પનું આયોજન પ્રથમવાર કરવામાં આવેલ જેમાં જોડીયા પીંજારા સમાજનાં અગ્રણીઓને આ કેમ્પ ના આયોજન માં સફળતા મળી છે

ઈસ્લામ ધર્મના નીયમ મુજબ દરેક બાળક ની ખત્ના કરવામાં આવે છે અને આ કાર્ય સમ્પૂર્ણ સાદકી પુર્વક કરવાનું હોય છે પરંતુ લોકો ધણો બીનજરૂરી ખર્ચ કરી નાખતા હોય છે ત્યારે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી જોડીયાના મન્સુરી પીંજારા સમાજના અગ્રણીઓ દ્વારા આ સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પના મુખ્ય આયોજક CHC જોડીયા ખાતે ફરજ બજાવતા ફરજાનાબેન ગોધાવીયા હતા જેઓ દ્વારા આ કેમ્પ માં સેવા માટે ડૉ.હાજી ઈમરાન સાહેબને જોડીયા સેવા અર્થે બોલાવેલ. જ્યારે પીંજારા સમાજના એડવોકેટ રીઝવાનભાઇ ગોધાવીયા તથા પોષણ અભીયાન કો-ઓર્ડીનેટર અમીનભાઈ ઓડિયા તથા પીંજારા સમાજના વડીલ અને મુખ્ય સલાહકાર અલારખાભાઇ ગોધાવીયા, તથા મુસ્લીમ સમાજના ઇશાકબાંપુ તથા જુમ્મા મસ્જિદનાં ઇમામ સાહેબ હાજી બસીર બાપુ કેમ્પમાં હાજરી આપી સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

જ્યારે ધ્રોલ મુસ્લિમ સમાજના લોક લાડીલા અદનાનભાઈ જન્નર તરફથી આર્થિક સહાયમાં મદદ કરેલ તથા જોડીયા રેફરલ હોસ્પિટલના ડોક્ટર બિરેન્દ્ર કુમાર સાહેબનાં સહકારથી જોડીયા રેફ્રારેલ હોસ્પિટલ ખાતે આયોજિત કરવામાં આવેલ અને સમગ્ર કેમ્પ ના સમય દરમ્યાન સેવા તથા સાથ અને સહકાર માટે ઊપસ્થિત રહી આ કેમ્પ ને સફળતા અપાવી હતી……

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહીદે ઈમામે હસન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિરામિક ઉદ્યોગકારો દ્વારા ખરીદી કરેલ માલના પેમેન્ટ ની સમસ્યા અંગે સાંસદ અને મંત્રીશ્રીને રજૂઆત કરાય*

editor

*પડધરી તાલુકાના જીલરિયા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ*

Hello Morbi

Leave a Comment