• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શપથવિધિ સંપન્ન*

 

*સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન*
………..
*૮ કેબિનેટ મંત્રીશ્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, ૬ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં*
…..
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી.નડ્ડા ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ*
……
*કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથ સિંહ સહિતના ૧૦ થી વધુ કેન્દ્રીય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિ*
…….
*ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગોવાના મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાવંત સહિત ભાજપા શાસિત રાજ્યોના અને એન.ડી.એ. સમર્થિત પક્ષોના રાજ્યોના મુખ્યમંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ*
…..
*સંતો-મહંતો-ધર્માચાર્યો એ ઉપસ્થિત રહી આશીર્વાદ વરસાવ્યા*
…..
*સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં જનસાગર છલકાયો*
…..
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેન્દ્ર પટેલને આજે સતત બીજીવાર મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા*.
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલા શ્રી ભૂપેન્દ્ર પટેલના આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૮ અને રાજ્ય કક્ષાના ૨ પદમાનિત મંત્રીશ્રીઓને સ્વતંત્ર પ્રભાર તથા ૬ પદનામિત મંત્રીશ્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં*.
*રાજ્યપાલશ્રી સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુળુભાઈ બેરા, શ્રી કુબેરભાઈ ડિંડોર અને શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા*.
*જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવી(સ્વતંત્ર હવાલો), શ્રી જગદીશ વિશ્વકર્મા(સ્વતંત્ર હવાલો)*
*તેમ જ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, શ્રી બચુભાઈ ખાબડ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલ્લ પાનસેરિયા, શ્રી ભિખુસિંહજી પરમાર અને શ્રી કુંવરજીભાઈ હળપતીએ શપથ લીધા હતા*

*આ શપથવિધિ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા*.
*કેન્દ્રીય મંત્રી પરિષદના મંત્રીશ્રીઓ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી રાજનાથસિંહ, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી પુષ્પતી કુમાર પારસ, શ્રી મનસુખ માંડવીયા, શ્રી ભૂપેન્દ્ર યાદવ, શ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે, શ્રીમતી દર્શનાબહેન જરદોશ, શ્રી દેવુસિંહ ચૌહાણ, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, શ્રી રામદાસ આઠવલે, શ્રીમતી અનુપ્રિયા પટેલ વગેરેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી*.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ ઉત્તરપ્રદેશના શ્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના શ્રી શિવરાજસિંહ ચૌહાણ, અરુણાચલ પ્રદેશના શ્રી પ્રેમા ખાંડૂ, ઉત્તરાખંડના શ્રી પુષ્કરસિંહ ધામી, હરિયાણાના શ્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના શ્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના શ્રી બસવરાજ બોમ્મઈ, ત્રિપુરાના શ્રી માણિક સહા, મણિપુરના શ્રી એન. બિરેન સિંહ અને આસામના મુખ્યમંત્રીશ્રી ડો. હિંમતા બિસ્વા શર્મા આ શપથવિધિ સમારોહના સાક્ષી બન્યા હતા.
એન.ડી.એ સમર્થિત પક્ષોની રાજ્ય સરકારોના મુખ્યમંત્રીશ્રીઓમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાદ શિંદે સહિતના મુખ્યમંત્રીશ્રીઓ આ અવસરે સહભાગી થયા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રીશ્રી કેશવ પ્રસાદ મૌર્ય, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રીશ્રી જિષ્ણુ દેવ વર્મા, નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રીશ્રી યાનથુંગો પૈટન, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રીશ્રી ચોવના મેન અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રીશ્રી દુષ્યંત ચૌટાલા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ, ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી વજુભાઈ વાળા, પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુ અને અગ્રણી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજના શપથવિધિ સમારોહમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીશ્રી બી.એસ. યેદિયુરપ્પા ઉપરાંત ભાજપ શાષિત અન્ય રાજ્યોના મંત્રીશ્રીઓમાં આસામના શ્રી કેશવ મહંત, કર્ણાટકના શ્રી બી.સી. નગેશ, શ્રી બયારતી બસવરાજની પણ ઉપસ્થિતિ રહી હતી.
આ ઉપરાંત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઓમ માથુર, નેશનલ જનરલ સેક્રેટરીઝમાં શ્રી બી. એલ. સંતોષ, શ્રી દુષ્યંતકુમાર ગૌતમ, શ્રી સી.ટી. રવિ, શ્રી તરુણ ચુગ અને શ્રી વિનોદ તાવડે, નેશનલ સેક્રેટરીઝમાં શ્રી વિનોદ સોનકર, શ્રી ઓમપ્રકાશ ધુરવે, શ્રીમતી વિજયા રાહતકર, ડો. અલકા ગુર્જર અને શ્રીમતી આશા લાકરા તથા પાર્લામેન્ટરી બોર્ડના સભ્યશ્રીઓમાં ડો. ઈકબાલ સિંહ લાલપુરા, ડો. સુધા યાદવ અને ડો. સત્યનારાયણ જાતીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
શપથવિધિના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદારોમાં શ્રી સુધીર ગુપ્તા, શ્રી રાજકુમાર ચહર, શ્રી લાલસિંહ આર્ય, શ્રી જમાલ સિદ્દીકી, રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ શ્રી સતીશજી પુનિયા અને આસામના પ્રદેશ અધ્યક્ષ શ્રી ભાબેશ કલિથા તેમજ રાષ્ટ્રના વિવિધ ધર્મ-સંપ્રદાયોના પરમ આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા શુભેચ્છકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ સંતો-મહંતોને પ્રત્યક્ષ મળીને તેમના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ શપથવિધિ સ્થળે સંતો-મહંતો સાથે તથા અન્ય મહાનુભાવો સાથે સૌજ્ન્ય મુલાકાત કરી હતી અને સમગ્ર મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થયાં બાદ તેમણે નવનિયુકત મંત્રીશ્રીઓને શુભેચ્છાઓ આપી હતી.
આજે સચિવાલય સંકુલના હેલીપેડ પર વિશાળ સંખ્યામાં સમર્થકો, કાર્યકર્તાઓનો જનસાગર આ શપથવિધિ સમારોહમાં આનંદ-ઉલ્લાસથી જોડાયો હતો. જનતા જનાર્દને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભારત માતાકી જય ના જયઘોષ સાથે ઉષ્માપૂર્ણ અભિવાદન કર્યુ હતું.
મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે સમગ્ર શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.
_______
…….

Related posts

*HELLO MORBI: સરકારના નૂતન અભિગમ થકી ખેતરો સુધી સિંચાઈ સુવિધા પહોંચતા બિનઉપજાઉ જમીન સંપૂર્ણ પિયત અને સંપૂર્ણ ટપક સિંચાઈ પદ્ધતિ સાથે નવપલ્લવિત બની*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐎𝐒𝐄𝐌 𝐂𝐁𝐒𝐄 સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ*

editor

*આગામી 19-10-21 ને મંગળવારે ઈસ્લામ ધર્મ નાં સ્થાપક નાં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર જુનાગઢ જિલ્લામાં જુલુસ કાઢવાની મંજૂરી આપવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ એ કરી માંગ*

Hello Morbi

Leave a Comment