• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.*

 

*અત્યાર સુધી ના ૯ કેમ્પ મા કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો તેમજ ૧૪૭૩ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*

 

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા ના સગયોગ થી આગામી તા.૪-૬-૨૦૨૨ શનીવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૯ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૩૨૬૭ લોકો એ લાભ લીધો હતો તેમજ ૧૪૭૩ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*HELLO MORBI:એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો ડીસાનો ડોr.જયકુમાર ઠકકર/અનારકટ*

editor

*મોરબીમાં ભાજપ દ્વારા કાલે ગુરુવારે રસીકરણ કેમ્પ યોજાશે સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ વકસીન લેશે*

Hello Morbi

*HELLO MORBI:આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનુ ઇકકો કારમાં હેરાફેરી કરતા ઇસમને મોટા જથ્થા સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment