• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : કોંગી કાર્યકર પર જીવલેણ હુમલાની ઘટનામાં મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ*

ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા સહિત 8 શખ્સ વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી

 

મોરબી : મોરબીમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાર્યકરના ઘર પર સોમવારે જીવલેણ હુમલો કરવાના ચકચારી બનાવમાં મોડી રાત્રીના પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

 

મોરબીમાં સોમવારે ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે તાલુકા સેવાસદનમાં વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના જૂથ અને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારીના બનાવ બાદ મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુંભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે સોમવારે સાંજે હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો અને સમગ્ર પરિવાર તેમજ આસપાસના વિસ્તારને બાનમાં લઈ કાયદો વ્યવસ્થાના લિરા ઉડાડીને આરોપીઓએ ધોકા પાઇપ જેવા હથિયારથી બન્ને ભાઈ પર હુંમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.              આ બનાવમાં મોડી રાત્રીના પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ કનુંભાઈના ભાઈ હરિભાઈએ એડિવિઝન પોલીસ સમક્ષ મોરબી પાલિકાના વોર્ડ 1 ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય 6 જેટલા અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના ભાઈ કનું ભાઈ ઉર્ફે કર્નલભાઈને સવારે સેવા સદન ખાતે દેવાભાઈ સાથે માથાકુટ થઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ તેના ઘર પર જીવલેણ હુમલો કરી બન્ને ભાઈઓને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.પી.સોનારાએ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Related posts

*જોડીયા તાલુકાની નેસડા ગામની પ્રાથમિક શાળાને સ્વચ્છતા એવોર્ડ એનાયત કરાયો*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા : કટારીયા પરિવારની ક્યુટ ગર્લ જીયા નો આજે જન્મદિવસ*

editor

*જોડીયા ના પીઠડ ગામ તાલુકા શાળામાં સાતમ આઠમનુ મીની વેકેશન પડે તેના પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment