• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં પોલીસની ખોટી ઓળખ આપી રૂ.15 હજારની છેતરપીંડી મોરબી એ ડિવિજન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

ભેજાબાજોએ ફેસબુક આઇ.ડી. ના ઓ.ટી.પી મેળવીને ઓનલાઈન છેતરપીંડી આચરતા ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રૂ.૧૫ હજારનું ઓનલાઈન ફ્રોડ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભેજાબાજોએ ફેસબુક આઇ.ડી.ના ઓ.ટી.પી મેળવીને ઓનલાઈન છેતરપીંડી આચરતા ટ્રાન્સપોર્ટરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.                                                          બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિપકભાઇ પ્રભુભાઇ ઓગણજા (ઉ.વ. ૪૭, ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે. મોરબી શીવશકિત પાર્ક, શીવરજની એપાર્ટમેન્ટ, આલાપ રોડ) એ એક મોબાઈલ ધારક, એસ.બી.આઇ. બંકેના ખાતા નંબર ધરાવતો શખ્સ અને પેટીએમ નંબરનો ઉપયોગ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૫ ફ્રેબ્રુઆરીના રોજ આરોપીઓએ ફરીયાદીને પોતાના મોબાઇલ નંબર પરથી છેતરપીંડી કરવાના ઇરાદાથી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદી પાસેથી જી.મેઇલ આઇ.ડી.તથા ફેસબુક આઇ.ડી.ના ઓ.ટી.પી મેળવી પાસવર્ડ રીસેટ કરી વોટસઅપ પ્રોફાઇલ ઉપર ફરીયાદીનો ફોટો રાખી ફરીયાદીના ભાણેજ પાસેથી રૂપિયા ૧૫,૦૦૦ નુ ઓનલાઇન પેટીએમ ટ્રાન્જેકશન કરાવી તથા ફરીયાદીના ગૃપના અન્ય માણસોને પૈસા મોકલવાનુ જણાવીને ઓનલાઈન છેતરપીંડી કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધીને પોલીસ તપાસ હાથ ધરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ભાવેશભાઈ પ્રવિણભાઈ અઘારા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો*

editor

*મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ડાયાબિટીસ બીપી તીજો ચેકઅપ કેમ્પ યોજાયો*

Hello Morbi

*ધોરણ ૧૦ ની પરીક્ષામાં જીયા ભીમાણી ૯૮:૬૦ટકા સાથે સૌરાષ્ટ્ર માં પ્રથમ નંબર પાસ*

Hello Morbi

Leave a Comment