• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: પીપળી ગામે વાડીમાં જુગાર રમતા 45910 ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા*

મોરબી : મોરબીના પીપળી ગામની ઉગમણી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ક્વોલિટી કેસ રૂપે પાંચ જુગારીઓને રૂ. 45,910 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

 

મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર.ઓડેદરાના હુકમ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના સીધા માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદી સદંતર નેસ્ત-નાબૂદ કરવા સુચનાના મળતા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. ગોઢાણીયાએ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા લોકરક્ષક રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એ.જાડેજા તથા સ્ટાફના માણસોને જુગાર અંગે રેડ કરવા સુચના કરતા મોરબી તાલુકાના પીપળી ગામની ઉગમણી સીમમાં રેડ કરી હતી. આ રેડ દરમ્યાન આરોપી 42 વર્ષીય જીતેન્દ્રભાઇ મગનભાઇ જેઠલોજા (રહે. પીપળી) વાળાની કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં રેઇડ કરતા પાંચ જુગારીઓને કુલ રૂ. 45,910 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ 4, 5 મુજબનો ગુનો રજી. કરી કાયદેસર કાર્યવાહી હાથ છે.           આ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ 1) જીતેન્દ્રભાઈ મગનભાઇ જેઠલોજા ઉ.વ.44, ધંધો-ખેતી, રહે. પીપળી, તા.જી, મોરબી, 2) અશોકભાઇ ભવાનભાઇ કાવર ઉં.વ. 48, ધંધો-ખેતી, પીપળી, 3) ખીમજીભાઈ રાઘવજીભાઈ જેઠલોજા ઉ.વ.55, ધંધો-ખેતી, રહે. પીપળી, 4) શૈલેષભાઇ જશમતભાઇ કાવર ઉં.વ. 35 અને ધંધો-ખેતી, 5) પ્રેમજીભાઈ વેલજીભા છે સબાપરા ઉ.વ.50, ધંધો ખેતી, રહે. જુના ઘાટીલા, તા. માળીયા (મી) સામે જુગરધારા હેઠળની કલમો ગુન્હો નોંધ્યો છે.

 

ઉપરોક્ત કામગીરીમાં પો.સબ.ઇન્સ. આર.એ.જાડેજા તથા એ.એસ.આઇ. નરવિરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, યોગીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ પટેલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા તથા લોકરક્ષક રવિરાજસિંહ ઝાલા, પંકજભાઇ ગુઢડા સાહિતનાઓ રોકાયા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો. અને એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ભારત-ઓસ્ટ્રેલિયાની LIVE મેચ નિહાળી*

editor

*શ્રી હડિયાણા તાલુકા શાળાના બાળકો જિલ્લા લેવલે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૧૦ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment