• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આઇ.સી.ડી.એસ. ઘટક જોડીયામાં પોષણ અભિયાન અંતર્ગત જીલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટમાંથી EPD ( એનર્જી પ્રોટીન ડાયટ) ફુડ વિતરણ કરવામાં આવ્યું*

તારીખ ૨૨/૦૩/૨૦૨૧ ના રોજ આઇ.સી.ડી.એસ. ઘટક જોડીયામાં સ્વભંડોળની ગ્રાન્ટ માંથી ૩૧ જેટલા અતી કુપોષિત બાળકોને EPD ( એનર્જી પ્રોટીન ડાયટ) ફૂડ આપવામાં આવ્યું જેમાં શીંગદાણા,મીલ્ક પાઉડર, ખાંડ અને કોપરેલ તેલનુ મીક્ષણ કરી બાળકને આપવામાં આવસે જેથી બાળકમાં પ્રોટીન મળે અને જેથી બાળકનું પોષણ સ્તરમાં સુધારો લાવવા આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે આ એનર્જી પ્રોટીન ફુડ સખીમંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ.

આ કાર્યક્રમ જોડીયા તાલુકા પંચાયત એ મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીએ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી નાથાભાઈ તથા ઉપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ તથા વિસ્તરણ અધિકારી શ્રી જેન્તીભાઈ સોરઠીયા તથા આર.બી એસ.કે ડોક્ટર રામોલીયા હાર્દિકભાઈ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને આગર વધારવા માટે પ્રોત્સાહન આપ્યું.

આ કાર્યક્રમ cdpo શ્રી નર્મદાબેન ડી. ઠોરીયાના અધ્યક્ષસ્થાને અને પોષણ અભિયાન કો-ઓર્ડીનેટર હર્ષભાઈ રાચ્છ ના કોર્ડીનેટ હેઠળ મુખ્ય સેવિકા બહેન જ્યોત્સનાબેન ગોસાઈ, વિજયાબેન ગોહિલ, અને મીનાબેન ભટ્ટ આમ સમગ્ર બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી જોડીયા ના સ્ટાફ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ……

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*ઉના શહેર તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.*

Hello Morbi

*HELLO MORBI: ૨૦ મી’ એ મોરબી ખાતે યોજાશેકારકિર્દી માર્ગદર્શન સેમિનાર*

editor

*જોડિયા તાલુકાના જીરાગઢ ગામ ની પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment