• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નવા સચિવાલય ગાંધીનગર ખાતે* *મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ wઆપવા પ્રાર્થનાસભા યોજાઇ*

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઇ હતી.

આ પ્રાર્થનાસભામાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને દિવંગતના આત્માઓને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નવા સચિવાલય ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સર્વધર્મ પ્રાર્થના તેમજ વૈદિક મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા તા.૦૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં આજે વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જનક દેસાઇ

Related posts

*મોરબી ના રફાળેશ્વર નજીક ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલા પેટ્રોલ પંપ પાસે બંધ પડેલા આઇસર માંથી મોરબી તાલુકા પોલીસની ટીમે દારૂ નો મોટો જથ્થો જપ્ત કર્યો*

Hello Morbi

*મોરબી કબીર આશ્રમ આંગણવાડી ખાતે જીતુભાઈ ચંદારાણા દ્વારા પુત્ર હર્ષ ના જન્મદિવસ નિમિત્તે સ્થાનિક બાળકોને શિક્ષણ ઉપયોગી ભેટ અને આઈસ્ક્રીમ નું વિતરણ કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા ‘નારી સંમેલન’ યોજાયો*

editor

Leave a Comment