• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાની દુબઈમાં ઇનેટરનેશનલ કોચિંગની તાલીમ પ્રાપ્ત કરશે* 

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં તેમની ક્રિકેટ કોચિંગના સર્વોચ્ચ કક્ષા ICC લેવલ 3 માં પસંદગી થઈ છે. જેને પગલે આગામી નવેમ્બર માસમાં તેઓ દુબઇ ખાતે ICC લેવલ 3ની તાલીમ મેળવશે.

 

ICC લેવલ 3 અંગે વિગતે વાત કરીએ તો ગુજરાતમાં લેવલ 3ના કોચ ખુબ જ જુજ છે. જે ક્રિકેટ કોચિંગ સાયન્સ પર આધારિત છે. આ કોર્સમા બાયો-મિકેનિસ, નુરો, ઓર્થો અને મેચ દરમિયાન માથા થયેલી ઈજાઓમાં સારવાર કેમ અપવી, કોઈ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તો તેબે કોચના માર્ગદર્શન હેઠળ કઈ રીતે યોગ્ય સારવાર પ્રદાન કરવી તેનો અભ્યાસ કરવામાં આવે છે.

 

આ ઉપરાંત બાયો મિકેનિક્સની વાત કરીએ તો કોઈ ખેલાડીની રમતની પદ્ધતિમાં કઈ રીતે પરિવર્તન લાવવુ, શા માટે તેની રમતની પદ્ધતિને પરિવર્તિત કરવી વગેરે જેવી બાબતોનો સમાવેશ આ કોર્સમાં થાય છે. નોંધનીય છે કે આ સર્ટિફાઈડ કોર્સ પ્રાપ્ત કરનાર કોચ વિશ્વના કોઈપણ ખૂણે ક્રિકેટની ઇન્ટરનેશનલ ટીમના કોચ બનાવની લાયકાત ધરાવે છે.

 

જે અંગે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, હિતેશ ગોસ્વામી જેઓ લેવલ ૩ ફેકલ્ટી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તે ઉપરાંત મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો પણ મળતો રહ્યો છે અને તેઓએ મોરબીના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે નીખરી સકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હોય જે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો નિશાંત જાનીએ ઉમેશ પટવાલ જે એમના છેલ્લા ૧૪ વર્ષથી મેન્ટરીંગ કરે છે એવા એમના ગુરુ પણ ઇન્ટરનેશનલ ટીમ સાથે જોડાયેલા છે નિશાંત જાનીએ કહ્યું હતું કે તેઓ ઉમેશ પટવાલ સાથે સતત નવી ટેકનીક્સ શીખતા રહે છે અને મેન્ટરીંગ પણ કરતા રહે છે

Related posts

*HELLO MORBI:રાજકોટમાં એક બનો નેક બનો સંસ્થાના પ્રમુખે તિરંગા ને આપી સલામી*

editor

*મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અન્વયે સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરતા રાહત કમિશ્નરશ્રી હર્ષદ પટેલ*

Hello Morbi

*કાંતિભાઈ અમૃતિયા નો માળિયા તાલુકા નો પ્રવાસ કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment