• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે નગર પાલિકાના સફાઈ અભિયાનને વેગ પકડ્યો*

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા બુધવારથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ અભિયાનને વધુ વેગવતું બનાવવાના પ્રયાસના ભાગરૂપે આજે અવની ચોકડી કેનાલ રોડ ઉપર સઘન સફાઈ કરવામાં આવી હતી.

 

મોરબી નગરપાલિકામાં નવી ચૂંટાયેલી બોડીએ શશાનધૂરા સભાળતાની સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ વિકાસના કામોની સાથે શહેરના ગંદકીના વર્ષો જુના પ્રશ્ન ઉકેલવા માટે કમર કસી છે અને ફરી શહેરને સ્વચ્છ બનાવની પેરિસ તરીકેની ઓળખ પુનઃ પ્રાપ્ત થાય તેવી નેમ સાથે મોરબી નગરપાલિકા દ્વારા ગઈકાલે સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આ સફાઈ અભિયાનને વધુ સાર્થક કરવા માટે નગરપાલિકા દ્વારા આજે પણ અવની ચીકડી કેનાલ રોડ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના હોદેદારો, સભ્યો તેમજ સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ જોડાઈને સઘન સફાઈ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાનું સફાઈ અભિયાન હેઠળ શહેરના પછાત અને જ્યાં સૌથી વધુ વર્ષોથી ગાંડકીનો પ્રશ્ન સતાવી રહ્યો છે તેવા ગંદકીથી પ્રભાવિત વિસ્તારોમા પણ સઘન સફાઈ કરવામાં આવે તો શહેરના દરેક નાગરિકોને સફાઈ અભિયાન મીઠા ફળ ચાખવા મળશે અને વર્ષોથી રહેલા ગંદકીના થર હલ થશે તો જ આ સફાઈ અભિયાન ખરા અર્થમાં સાર્થક થયું ગણાશે. તેવી પ્રબુદ્ધ નાગરિકોમાં માંગ ઉઠી છે.

Related posts

BCCI President Sourav Ganguly says IPL 2020 will be truncated if it happens

Admin

*સમગ્ર રાજ્યમાં ધોરણ 12 SHC બોર્ડની પરીક્ષા અંતર્ગત તમામ વિધાથી ઓ ને નારી આવાજ ના તંત્રી એ આપી શુભેચ્છા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની સફળ રજૂઆત ફરી*

editor

Leave a Comment