• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યાં કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં લાખોનું નુકશાન*

 

મોરબી: નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

 

મોરબી તાલુકાના ખરેડા ગામના ખેડૂત દયારામભાઈ ઓધવજીભાઈ ચાડમિયાના ખેતરમાં નર્મદા માઇનોર કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં અંદાજે 5થી 6 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. આ ખેડૂતના ખેતર નજીકથી નર્મદાની માઇનોર કેનાલ નીકળે છે. જેનું કામ આગળ જતાં પૂરું થયું ન હોય જ્યારે ઉપરથી પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલનું પાણી આગળ ન વધી શકવાથી ખેતરમાં ફરી વળે છે. આ બાબતે લાગતા વળગતા અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરીને રજુઆત કરવા છતાં કોઈ અકળ કારણોસર નર્મદા ઓથોરિટીના અધિકારીઓ આ ફરિયાદ પરત્વે દુર્લક્ષ સેવે છે.

આ અગાઉ પણ આવી પરિસ્થિતિ ઉદભવતા ખેડૂતને મોટું આર્થિક નુકશાન થયું હતું. સમસ્યાના નિવારણ હેતુ શું થઈ શકે તેમ છે એ જાણવાની તસ્દી પણ અધિકારીઓએ હજી સુધી લીધી નથી તેવું પોતાની વ્યથા વ્યક્ત કરતા દયારામભાઈએ જણાવ્યું હતું.

Related posts

*HELLO MORBI: ટંકારા ના ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા ને સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

editor

*પાંચ પીપળવા માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૩ તથા રોકડ રકમ ૧૨૧૦૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

*HELLO MORBI:ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી એ ડીવી.પોલીસ*

editor

Leave a Comment