• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની માંગ વધી*એક જ દિવસમાં 282 બોટલ ઓક્સિજન વપરાયો : આજે 70 બોટલ આવી*

મોરબી : મોરબીમાં કાતિલ કોરોના વિકરાળ બન્યો છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતમાં જબરો ઉછાળો આવ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 1981 ક્યુબિક મીટર એટલે કે, 282 બોટલ ઓક્સિજન વપરાયો હતો અને આજે પણ રાજકોટથી સતત ઓક્સિજન બોટલની ગાડીઓ ફેરા કરી રહી છે.                                   મોરબી શહેર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં જ કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે અને દરરોજ સેંકડો લોકો સંક્રમિત થઈ રહ્યા હોય મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે બેડ ટૂંકા પડી રહ્યા છે. ગંભીર બાબત તો એ છે કે, સંક્રમિત લોકોની શ્વસન ક્રિયા ઉપર માંઠી અસર પહોંચતા છેલ્લા બે ચાર દિવસમાં મોરબીની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત અનેકગણી વધી જવા પામી છે.

 

મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.સરડવાના જણાવ્યા મુજબ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 282 બોટલ ઓક્સિજન એટલે કે 1981 ક્યુબિક મીટર ઓક્સિજન વપરાશ થયો હતો અને આજે પણ સવારે 40 બોટલની એક ગાડી આવી હતી અને હજુ સાંજ સુધીમાં 70 બોટલ ઓક્સિજન આવી રહ્યો છે. જો કે હાલ સિવિલ કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ન હોવાનું જાણવા મળે છે.

Related posts

*મોરબી: SCAએ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ને અન્ડર-14નું એફિલિએશન પ્રદાન કર્યું*

Hello Morbi

*ડીસાના આર્કિટેક્ટ લવકુમાર ખત્રીનું સૂરત એરપોર્ટ ખાતે પોસ્ટીંગ થતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન* 

Hello Morbi

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું કર્ફ્યૂ અંગે જાહેરનામું, જાણો કોને મળી છૂટછાટ

Hello Morbi

Leave a Comment