• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મોત ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી*

મોરબી : મોરબીના ઘુંટું ગામની સીમમા આવેલ લેન્ઝ સિરામિક કારખાના પાસે ટેન્કર બંધ પડ્યા બાદ નીચે જઈને ડાઇરેક્ટ ચાલુ કરતા ટેન્કર ચાલુ થઈ જવાથી ટાયરમા આવી જતા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.                               આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ઘુંટું ગામે રહેતા ટેન્કર નંબર- જી.જે. ૧૮ એક્સ ૮૬૫૧ વાળાના ડ્રાઇવર વિશાલ વિનુભાઇ અદગામાનું ગત તા.૬ ના રોજ રાત્રિના આશરે સાડા નવેક વાગ્યા વખતે ઘુંટું ગામની સીમમા આવેલ લેન્ઝ સિરામિક કારખાને ટેન્કર બંધ થઇ ગયેલ અને ટેન્કરનો સેલ્ફ લાગતો ન હોય અને પોતે જાણતો હોય કે ટેન્કર ગિયરમા રાખી ડાયરેક્ટ ચાલુ કરે તો આગળ ચાલશે તેમ છતા પોતે ટેન્કર ગિયરમા રાખી ટેન્કર નીચે જઇ ટેન્કરને ડાઇરેક્ટ ચાલુ કરતા ટેન્કર એકદમ ચાલુ થઇ અને આગળ ચાલતા પોતે ટેન્કર નીચે ટાયરમા આવી જતા ટેન્કર ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું મોત નિપજયું હતું. આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ એસ.આર.ચાવડા ચલાવી રહ્યા છે.

Related posts

*હડીયાણા પાણી પ્રશ્ન ને રજૂઆત કરવા ગયેલા મહિલા ઓને સરપંચ સીધો જવાબ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે*

editor

*HELLO MORBI NEWS:શ્રીહડિયાણા કન્યા શાળાખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો*

editor

Leave a Comment