• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે શરૂ કરવામાં આવેલ મીનરલ પાણીની પરબ*

વર્તમાન કાળઝાળ ગરમીના દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને પીવાના પાણીની તકલીફ ના પડે તેવા શુભ હેતુથી ડીસા જલારામ મંદિરે ઉનાળાના ચાર માસ માટે પીવાના મીનરલ પાણીની પરબનો શુભારંભ કરાયો છે.આ પરબનું ઉદઘાટન ડીસા નગરપાલિકાના યુવાન,કર્મઠ,ઉત્સાહી અને જાગૃત પ્રમુખ રાજુભાઈ ઠકકર, કોર્પોરેટરો રવિભાઈ ઠકકર અને ગોવિંદભાઈ મખીજાને વરદહસ્તે કરાયું હતું.આ શુભ અવસરે જલારામ સેવકો કનુભાઈ આચાર્ય,શશીકાન્તભાઈ ડી.ઠકકર,શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ આચાર્ય,જગદીશભાઈ પૂજારા,નરેશભાઈ આચાર્ય,મહેશભાઈ ઉડેચા,મુકેશભાઈ આચાર્ય, તારાચંદભાઈ મજેઠીયા,દિનેશભાઈ ચોકસી,આનંદભાઈ પી.ઠકકર,સુરેશભાઈ વકીલ,આર.ડી.ઠકકર,હિંમતલાલ ગોકલાણી,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,સુરેશભાઈ લેન્ડબ્રોકર,સુરેશભાઈ દેવવાળા,દીલીપભાઈ ઠરિયાણી,ભરતભાઈ ભાગ્યશાળી,પ્રહલાદભાઈ સહયોગ,પરેશભાઈ જીવરાણી,પ્રકાશભાઈ મેડીકલ,નરેન્દ્રકુમાર ઠકકર,દીલીપભાઈ રતાણી,વિજયભાઈ રાચ્છ સહિત અખિલ રઘુવંશી લોહાણા સમાજના અનેક સેવાભાવીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના જેવી અતિશય વિકટ પરિસ્થિતિમાં પણ પૂજય જલારામબાપા ઉપરની અખૂટ શ્રધ્ધા અને વિશ્ર્વાસને લીધે જલારામ મંદિર ડીસા ખાતે નિરંતર ભોજન સેવા,આરોગ્ય સેવા અને પીવાના પાણીની સેવા ચાલુ જ રહી છે.ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ડીસા જલારામ મંદિરનાં સેવાકાર્યોની નોંધ લઈ વિડીયો કોન્ફરન્સમાં ઉલ્લેખ કર્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવરાત્રી દરમ્યાન સલાયામાં સફાઈ તથા સ્ટ્રીટ લાઈટ અંગે રજૂઆત કરતા લાલજીભાઈ ભુવા*

editor

*મોરબી ના રવાપર ગામની ખરાબાની જમીન પર થયેલા દબાણ હટાવવા રજૂઆત*

Hello Morbi

Leave a Comment