• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં સુપર સ્પ્રેડર્સે RTPCRનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે : મોરબી જિલ્લા કલેકટર*

10 દિવસથી વધુ જૂનો ન હોય તેવો રિપોર્ટ ચાલશે : વેકસીનનો ડોઝ લેનારને મુક્તિ

મોરબી : મોરબી જિલ્લામાં સુપર સ્પ્રેડર્સ થકી કોરોના વકરે નહી તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુપર સ્પ્રેડર્સે આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

 

જાહેરનામામાં જણાવ્યા મુજબ મકરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા નગરપાલિકા વિસ્તારમાં તેમજ રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, અમરેલી, શક્ત શનાળા, જબલપુર ગામોના મહેસુલી વિસ્તારમાં સુપર સ્પ્રેડર્સે કોવિડ રિપોર્ટ નેગેટિવ હોવા બાબતનો આરટીપીસીઆર રિપોર્ટ 10 દિવસથી વધુ સમયનો ન હોય તેવો ધંધા સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. જે વ્યક્તિએ વેકસીનનો ડોઝ લીધો હશે તેને રિપોર્ટ રાખવાની જરૂર નથી. તે વ્યક્તિએ ડોઝ લીધાનું પ્રમાણપત્ર જરુર પડ્યે બતાવવાનું રહેશે. આ જાહેરનામું 10મે સુધી અમલમાં રહેશે.                                                            કોને કોને રિપોર્ટ સાથે રાખવો પડશે ?

શાકભાજીના છૂટક/ જથ્થાબંધ વેપારી

હોટેલ/ રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ

ખાણી પીણીના લારી ગલ્લાવાળા

રીક્ષા/ ટેક્ષી- કેબવાળા/ ભાડે ફરતા વાહનોના ડ્રાઇવર, ક્લીનર

પાનના ગલ્લાવાળા/ ચાની કીટલી/ દુકાન

હેર સલૂન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા ઈસમો

ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ

સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર,

ઇલેક્ટ્રીશિયન, પ્લંબર, ટેકનીશિયનો વગેરે

શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષના વેચાણ વિતરણ કરતા ઈસમો

Related posts

*વાંકાનેર ના ભાજપ યુવા આગેવાન અને સામાજિક કાર્યકર્તા સુખદેવ ડાભી નો આજે જન્મદિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒ટંકારા ખાતે ચાલતા પાણીની પાઇપ લાઇનના કામનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરતા ભાજપ અગ્રણીય*

editor

*આંકલાવ ખાતે પાટવી ગુજરાતી ન્યૂઝ ના પત્રકાર મિત્રો ને ઓળખકાર્ડ એનાયત કરવામાં આવ્યા*

Hello Morbi

Leave a Comment