• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી લીલાપર ગામપાસે મચ્છુ ડેમની બાજુમાંથી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

મોરબી લીલાપર ગામની સીમમાં આવેલ મચ્છુ-૨ ડેમની બાજુમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૭૦૦ કિ.રૂ.૧૭,૫૦૦ તથા દેશી દારૂ લી.૪૫૦ કિ.રૂ.૯૦,૦૦૦/- મળી કિ.રૂ.૧,૦૭,૫૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહી અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા.૧૩/૦૩/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગે.કા. પ્રવૃતિ અટકાવવા શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.શ્રી બી.ડી.ભટ્ટ, શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના એ.એસ.આઇ. જિજ્ઞાશાબેન કણસાગરા, સુરેશભાઇ હુંબલ તથા પોલીસ હેડ કોન્સ શેખાભાઇ મોરીને ખાનગીરાહે હકિકત મળેલ કે, કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા/કોળી રહે.લીલાપર તા.જી.મોરબી વાળો તથા વિશાલ કાનાભાઇ ઉઘરેજા/કોળી રહે.લીલાપર ગામ તા.જી.મોરબી વાળો બન્ને ભાગીદારીમાં ગે.કા. દેશી પીવાનો દારૂ બનાવવા માટેનો આથો ગાળી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે તેવી ચોકકસ માહિતી મળેલ હોય જે હકીકત આધારે લીલાપર ગામ પરફેક્ટ પ્રિન્ટ પેકની પાછળના ભાગે નૌરૂ વિસ્તાર નદીના કાંઠે વોકળામાં મચ્છુ-૨ ડેમની બાજુમાં પ્રોહી અંગે રેઇડ કરતા નીચેની વિગતે મુદામાલ તથા આરોપી મળી આવતા મજકૂર આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોસ્ટે ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.> પકડાયેલ આરોપીનુ નામ સરનામા:-
૧) વિશાલ કાનાભાઇ ઉઘરેજા/કોળી ઉ.વ.૧૯ રહે.લીલાપર ગામ તા.જી.મોરબી મુળ ગામ સરંભડા તા.હળવદ જી.મોરબી > પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા:-
૧) કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા/કોળી રહે.લીલપર ગામ તા.જી.મોરબી
પકડાયેલમુદામાલનીવિગત
(૧) દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૭૦૦ કિ.રૂ.૧૭,૫૦૦ /-
(૨) દેશી દારૂ લીટર ૪૫૦ કિ.રૂ.૯૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૭,૫૦૦/- નો મુદામાલ- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા PSI શ્રી, બી.ડી.ભટ્ટ શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:પોષણ ઉત્સવ ૨૦૨૫* *પોષણ માસ વાનગી હરીફાઈ નો કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી ગુરુવારે કોરોના મા મૃત્યુ પામનાર દીવગંતો ના આત્મા ની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞ તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ નુ આયોજન*

Hello Morbi

*વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુ અંતર્ગત ગાબડા ધારી માર્ગ હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અકસ્માતનો ભય*

Hello Morbi

Leave a Comment