• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આજની સલામ ડીસા ના એ બે રઘુવંશી યોદ્ધા ઓને*

🚩🚩 આજની સલામ …ડીસાના બે નરબંકા રઘુવંશી યુવાનોને…..

➡ શ્રી મનુભાઈ આસનાની..મો..9427640555

ડીસાના આ સિંધી લોહાણા યુવાને વર્ષ 2000 થી બિનવારસી લાશોની અંતિમવિધિ કરવાની જવાબદારી સ્વિકારી છે.કોરોનાના આ વિકટ સમયમાં પણ જ્યારે પરિવારજનો લાશને અડકવા તૈયાર ના હોય ત્યારે આ યુવાન અગ્નિદાહની વિધિ કરે છે.અકસ્માતમાં મોત પામેલ વ્યકિતની લાશ પણ જે તેના પરિવારને પહોંચાડે છે.ડીસા,થરાદ,ભીલડી,દિયોદર,પાલનપુર,ભાભર એમ અલગ અલગ વિસ્તારોમાં થઈ અત્યાર સુધી તેમણે અંદાજે 650 જેટલી લાશોની અંતિમવિધિ કરી છે.બે વર્ષ અગાઉ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું બહુમાન થયું હતું..આપણે પણ ત્રણ તાળીનું માન આપી ઘેર બેઠાં ફોન કરી તેમની શકિતને બિરદાવીએ…

➡ શ્રી ભરતભાઈ ઠકકર(ભાગ્યશાળી)..મો..9925310540

ડીસાના આ લોહાણા યુવાને કરૂણા ભકિત પરિવારના માધ્યમથી જરૂરિયાતમંદોને માત્ર રૂપિયા 30 માં જમાડવાનું છેલ્લા પાંચેક વર્ષથી શરૂ કરેલ છે..રોજ સવારે ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેનાં સગાવ્હાલાને વિનામૂલ્યે પૌષ્ટિક નાસ્તો અને ચા-દૂધ પણ પહોંચાડે છે..

હાલનો એમનો સેવાયજ્ઞ કંઈક વિશિષ્ઠ છે.આખેઆખું પરિવાર કોરોના સંક્રમિત હોય કે કોરોનાને લીધે જેને ભોજનની અગવડ હોય તેવાં પરિવારોમાં ડીસા ખાતે આ યુવાન સવાર-સાંજ વિનામૂલ્યે સમયસર ટિફિન પહોંચાડે છે.. આપણે આ યુવાનને પણ ત્રણ તાળીનું માન આપી ઘેર બેઠાં ફોન કરી બિરદાવીએ તો તેમની શકિત વધશે..

આજે માનવાતાનાં દર્શન મુશ્કેલ બની રહેલ છે એવા સંજોગોમાં પણ કોઈ પણ પ્રકારના માન,સન્માન,અપેક્ષા કે વળતરની આશા સિવાય રાતદિવસ કામ કરતા આ બે નરબંકાઓને આદર અને અદબપૂર્વક આજની સોનેરી સલામ..

ભગવાનભાઈ બંધુ ડીસા મો..9825638643 ના બાપા સીતારામ જય જલારામ…

Related posts

*માળિયા મિયાણા ગામ ખાતે નવા બસ્ટેન્ડ નું નિર્માણ કરો સી એમ ને રજૂઆત*

Hello Morbi

*દશનામી ગોસ્વામી સમાજ ની આરતી દશ નામની તા 26 મી એ સંતો મહંતો ની ઉસ્થિતિ માં લોન્ચ થશે*

Hello Morbi

*જામનગરના ધૂળસીયા ગામે જિલ્લા પ્રશાસન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા*

Hello Morbi

Leave a Comment