• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી ગુરુવારે કોરોના મા મૃત્યુ પામનાર દીવગંતો ના આત્મા ની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞ તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ નુ આયોજન*

*દરેક પરિવારે આગામી ગુરુવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન પોતાના નિવાસ સ્થાને યજ્ઞ કરી સામુહીક કલ્યાણ કાર્ય મા જોડાવવા અનુરોધ*

 

*બુધવાર તા.૧૨-૫ ના રોજ જલારામ મંદિરે થી યજ્ઞ સામગ્રી તથા શ્રધ્ધાંજલિ પત્રિકા નુ સર્વજ્ઞાતિય વિતરણ*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિશ્વ શાંતિ અર્થે છેલ્લા ઘણા સમય થી વૈદિક યજ્ઞ ચાલુ છે ત્યારે આગામી ગુરુવાર તા.૧૩-૫-૨૦૨૧ ના રોજ કોરોના મા મૃત્યુ પામનાર દીવંગત આત્મા ના શાંતિ અર્થે મહાયજ્ઞ નુ આયોજન કરવા મા આવેલ છે. દરેક પરિવારે આ સમય દરમિયાન પોતાના ઘરે યજ્ઞ કરી આ સામુહીક શાંતિ ના કાર્યક્રમ મા જોડાવવા અનુરોધ કરવા મા આવ્યો છે. જે અંતર્ગત આગામી બુધવાર તા.૧૨-૫-૨૦૨૧ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે થી સર્વજ્ઞાતિય યજ્ઞ સામગ્રી તથા શ્રધ્ધાંજલિ પત્રિકા નુ વિતરણ કરવા મા આવશે. કોરોના ની મહામારી મા પરિવારે ઘરે જ રહી પોતાના પરિવાર ના સભ્યો દ્વારા યજ્ઞ મા આહુતિ આપી પોતાના સ્વજનો ના આત્મા ના મોક્ષ તથા શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ની રહેશે. મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી અરવિંદભાઈ સોમૈયા તથા અન્ય આગેવાનો દ્વારા જલારામ મંદિર ખાતે આ જ સમયે યજ્ઞ તેમજ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે.

યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા સકારાત્મકતા પ્રદાન કરે છે તેમજ વિવિધ રોગો માંથી મુક્તિ પ્રદાન કરે છે તેવો ઉલ્લેખ આપણા પૌરાણિક શાસ્ત્રો મા કરવા મા આવેલ છે. તેથી આ ભગીરથ કાર્ય મા બહોળી સંખ્યા મા સર્વજ્ઞાતિય પરિવારજનો જોડાય તેમજ એક સમયે યજ્ઞ કરી દિવંગતો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સંસ્થા ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદન ભાઈ પુજારા, હરીશભાઈ રાજા, અરવિંદભાઈ સોમૈયા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની સહીતનાઓ એ અનુરોધ કર્યો છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આયુષ્માન ભવઃ અભિયાનનો પ્રારંભ*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તકળા માટેનું પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

Leave a Comment