
*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં ૧૬ દીવસ સુધી મહાપ્રસાદ માં સહયોગ અર્પણ કરી પુત્ર ના ૧૬માં જન્મદીવસ ની ઉજવણી કરતા પાટીદાર સમાજ અગ્રણી જયેશભાઈ દેત્રોજા.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી ના પાટીદાર સમાજ ના અગ્રણી તથા મોરબી જલારામ ધામ ના સદાવ્રત ના કાયમી સહયોગી જયેશભાઈ દેત્રોજા દ્વારા તેમના પુત્ર *પરીન જયેશભાઈ દેત્રોજા* ના ૧૬માં જન્મદીવસ નિમિતે સદાવ્રત માં ૧૬ દીવસ ના મહાપ્રસાદ માટે રાશન અર્પણ કરવામાં આવ્યુ હતુ. સામાન્ય રીતે લોકો પોતાના જન્મદીન તેમજ શુભપ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના દેત્રોજા પરિવાર દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી, સેવા કાર્ય માં સહયોગ આપી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે.
તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા,ભાવેશભાઈ બુદ્ધદેવ, અમૃતલાલ ભોજાણી, કમલેશભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, સી.ડી.રામાવત, નંદલાલ રાઠોડ, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ જન્મદીન ની શુભકામનાઓ પાઠવી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
