• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારાના જબલપુર-હીરાપર રોડ, પરથી ઇકો કારમાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડતી ટંકારા પોલીસ*

ટંકારા તાલુકાના જબલપુર-હીરાપર રોડ, પરથી ઇકો કારમાંથી દેશી દારૂનો જથ્થો લી-૭૦૦ કી.રૂ.૧,૪૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૪,૪૫,૦૦૦/- નો મુદામાલ પકડી પાડતી ટંકારા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, નાઓ તથા શ્રી મુકેશ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓએ મોરબી જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ પ્રોહીબીશના કેશો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી સમીર સારડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેરનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઇસમો પર વોચ રાખી વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને આજરોજ શ્રી જે.ડી.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનાઓના માર્ગેદર્શન સુચના હેઠળ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી બાતમીરાહે મળેલ હકિકત આધારે જબલપુર-હીરાપર રોડ, પરથી ઇકો કાર નંબર-GJ-03-NB-9314 વાળીમાં હેરાફેરી કરતા નીચે જણાવેલ ઇસમને કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૭૦૦ કી.રૂ. ૧,૪૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.> પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧) જીજ્ઞેશભાઇ ઉર્ફે દીલીપભાઇ લાખાભાઇ ગોહેલ ઉ.વ.૪૧ રહે. રાજકોટ ભગવતીપરા> પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
૧) શામજીભાઇ ઉર્ફે વિજયભાઇ સુખાભાઇ સારલા રહે.નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર
૨) દશરથભાઇ ઉર્ફે દસો રમેશભાઇ કણજરીયા રહે.સામતપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર
(૩) આસીફભાઇ ઇરફાનભાઇ વીકીયા રહે. સરાયા તા.ટંકારા જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) કેફી પ્રવાહી ભરેલ બુંગીયા નંગ-૧૪૦ કેફી પ્રવાહી લીટર-૭૦૦ કી.રૂ. ૧,૪૦,૦૦૦/-
(૨) ઇકો કાર નંબર-GJ-03-NB-9314 ની કિ.રૂ.3,00,000/-
૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪,૪૫,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- શ્રી જે.ડી. ઝાલા પોલીસ ઇન્સેકટર ટંકારા પો.સ્ટે. તથા ટંકારા પોલીસ સ્ટાફના માણસો દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મનપા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે*

editor

*અવસાન નોંધ આમરણ*

Hello Morbi

*HELLO MORBI: આમરણ શાખા bank of baroda માં તાત્કાલિકના ધોરણે એગ્રીકલ્ચર ઓફિસર ની નિમણૂક કરવા રજૂઆત*

editor

Leave a Comment