• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદનું આરોગ્ય કેન્દ્ર માંદગીના બિછાને!? ડોક્ટરોની મહત્વની ખાલી જગ્યા ખાલી ખમ રહેતા રજૂઆત*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

ગુજરાતમાં માત્ર ને માત્ર વિકાસ કાગળ પર થતો હોય તેમ ગુજરાતની મોટાભાગની પ્રજા મહેસુસ કરી રહી છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ નગરી એવા મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રજાની પીડા માં રાહત થાય તેવા કાર્યમાં સતત નિષ્ફળ નિવડયુ હોય તેમ મોરબી જિલ્લાના હળવદ આરોગ્ય કેન્દ્રમાં લોકોને મેડિકલ સારવાર આપવામાં જાણે ખુદ હોસ્પિટલ માંદગીના બિછાને હોય તેમ મોટાભાગના લોકો અનુભવી મહત્વની જગ્યા એવી સ્ત્રી રોગ નિષ્ણાત ની ખાલી જગ્યા ખાલી રહેવાથી મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર સંભાર અંતર્ગત દોડવું પડે છે જ્યારે મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓ માટે આજની આ કારમી મોંઘવારીમાં ખાનગી ડોક્ટરોની સારસંભાળ લેવી ત્યારે વિકાસ લક્ષી સરકારના રાજમાં ગુજરાતમાં મોટા ભાગે વિકાસ કાગળો પર થતો હોય તેમ હળવદ ની સરકારી હોસ્પિટલોમાં લાંબા સમયથી અપૂરતા સ્ટાફને કારણે મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓ ને મેડિકલ સારવાર લેવી કઠિન બની છે જે ચૂંટણી હથેળીમાં ચાંદ દેખાતા નેતાઓ માટે ઘણી શરમ જનક વાત છે મોટાભાગે પ્રજાલક્ષી કાર્યો માં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સદસ્યો સભ્યો પ્રજાહિત કાર્ય અંતર્ગત રાજ્યના કેન્દ્રના નેતાઓ સમક્ષ રાવ રજૂઆત કરવામાં નિષ્ફળ નિવડ્યા હોય જેના પરિણામે મોટાભાગની સરકારી હોસ્પિટલમાં સામાન્ય સારવાર લેવામાં હાલાકી પડી રહી છે જેથી કુદરતી આપત્તિજનક રોગચાળો કોરોના મહામારી જેવા વાયરસ માં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મોટાભાગના લોકો નાસીપાસ રહ્યા છે જે તે સમયે દિલાસો દેવામાં પણ ધારાસભ્ય સંસદસભ્ય અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ સભ્યો નિષ્ફળ નીવડયા હોય ત્યારે હાલ કોરોના હળવો પડયો છે તેવા સમયે ગુજરાતની મોટાભાગની સરકારી હોસ્પિટલમાં મહત્વના ડોક્ટરોની ખાલી જગ્યા ભરવામાં આવે તે દિશામાં ખરા અર્થમાં પ્રજાલક્ષી વિકાસ કાર્ય કરવું જોઈએ તે આજના ડિજિટલ ગુજરાતમાં લોક માંગ ઉઠવા પામી છે

Related posts

*ધારાસભ્ય જીગ્નેશ ભાઇ મેવાણી એકતા સમેલન માં હાજર રહ્યા તેમજ દલિત સમાજના અધિકાર રક્ષણની ઉગ્ર રજૂઆત કરી*

Hello Morbi

*HELLO MORBI:જુનાઘટિલા: વિખ્યાત દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે અમાસ નો લોકમેળો યોજાશે:આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ*

editor

*વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા કાંતિભાઈ અમૃટિયાનું 3 (ત્રણ) એવોર્ડસ આપવામાં આવ્યા* 

Hello Morbi

Leave a Comment