• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વરસાદ ખેંચાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ- બફારાથી શહેરીજનો ત્રસ્ત*

રાજકોટ: અમદાવાદ, જુલાઈ-ઓગષ્ટ મહિનામાં નૈઋત્યનું ચોમાસું સાર્વત્રિક જોવા મળે છે. હાલમાં જુલાઈની શરૂઆત થઈ ગઈ છે. તેમ છતાં મેઘરાજાની પધરામણી થઈ નથી. સામાન્ય રીતે ૧૦મી જુલાઈ પછી વરસાદ વરસતો હોય છે. ગુજરાતમાંપાછલા ઘણા વર્ષોથી જુલાઈ-ઓગષ્ટમાં મેઘમહેર વધારે રહે છે. રથયાત્રા દરમ્યાન પણ અમીછાંટણા થતાં હોય છે. ત્યારપછી કેટલીય વખત વરસાદ આવતો જોય છે.

 

આગામી નજીકના દિવસોમાં

 

મેઘરાજાની સવારીની પધરામણી જણાતી નથી. હવામાન વિભાગ પણ આ અંગે પોતાની આગાહી કરી ચુક્યુ છે. જો કે વરસાદી વાદળો છવાઈ જવાથી અસહ્ય ઉકળાટ, બફારાને નાગરીકો મહેસુસ કરી રહ્યા છે.

 

એક તો ભેજવાળુ હવામાન અને ઉકળાટ, જેને કારણે એસી કરવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયુ છે. અમદાવાદમાં અસહ્ય-બફારા ઉકળાટને લીધે પરસેવે રેબઝેબ થઈ જવાય છે. તેમાં પણ કોરોનાને કારણે ‘માસ્ક’ પહેરવાથી કેવી સ્થિતિ

 

સર્જાય છે તેનોખ્યાલ તો બહાર કામ અર્થે નીકળતા હોય તેને જ આવી શકે છે.

 

મેઘરાજાની પધરામણીની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ પર મેઘરાજા હેતથી વરસે એની ચાતક નજરે ઈંતેજાર કરાઈ રહ્યો છે. આમ રાજયમાં જુદા જીંદા ઠેકાણે વરસાદ હોય ત્યારે અમદાવાદમાં ફાફરી વરસાદ ન હોય એવ અગાઉ જોવા મળ્યું. છે. ત્યારે નૈઋત્યનું ચોમાસુ સાર્વત્રિક રીતે સક્રિય થાય તેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.*અહેવાલ આરીફ દિવાન*

Related posts

*વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગ બન્યા ગાબડા ધારી: વાહનચાલકો પર અકસ્માતોનો ભય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

*HELLO MORBI:ચક્ષુદાન જાહેર કરતા ડીસાના અગ્રણી સમાજ સેવક ભગવાનભાઈ બંધુ*

editor

Leave a Comment