• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના બે મહાનુભાવોનું વિશ્ર્વ હિંદુ પરિષદ પ્રખંડ દ્રારા કરવામાં આવેલ સન્માન*

સાહિત્ય ક્ષેત્રે નિરંતર ખેડાણ કરતા જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને જાણીતા લેખક ભગવાનભાઈ બંધુનું તેમની આગવી સિધ્ધિ બદલ વિશ્ર્વ હિંદુ પરિષદ ડીસાના ઉત્સાહી પ્રમુખ જયેશભાઈ દેસાઈ અને એમની ટીમ દ્રારા સાલ અને ફૂલહારથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.જયેશભાઈ દેસાઈને પણ એમના જન્મદિન નિમિતે મફતભાઈ મોદી દ્રારા લખાયેલ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા હતા. કનુભાઈ આચાર્યને ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા”ઝાડવાં ફળ નથી ખાતાં રે” બાળ નાટય પુસ્તકને પ્રથમ ઈનામ પ્રાપ્ત થતાં તેમજ ભગવાનભાઈ બંધુનો જીલ્લા ભાજપ કારોબારીમાં સમાવેશ કરાતાં બેઉ મહાનુભાવોને ડીસા મામલતદાર લાલજીભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ શુભ અવસરે ડીસા નગરના વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ સર્વ યશવંતશાસ્ત્રીજી મહારાજ,નાથાલાલ ખત્રી,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર,કાંતિભાઈ માળી,ઈશ્ર્વરભાઈ રાવળ,ભગીરથભાઈ સુથાર,રાજુભાઈ,હર્ષદભાઈ,વિજયભાઈ,પીન્કીબેન દેસાઈ સહિત સૌ કોઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જયેશભાઈ દેસાઈના મતે ડીસા નગરના સેવાભાવી કાર્યકરોનું એક મજબૂત સંગઠન જરૂરી છે જેથી કુદરતી આફતો વખતે વધારે સરળતાથી પરિણામલક્ષી કામગીરી થઈ શકે.

Related posts

*જોડિયા ના જામ દુધઈ ગામે ધોરણ 8 ના વિદ્યાર્થી ઓ નો વિદાય સંભારણ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ ક્રિષ્ના કિરાણા દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યદેવીક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

લગ્ન સમારોહમાં હજારો લોકો ભેગા થયા, નિયમોનો ભંગ, સાંસદ પૂનમ માડમ, ગીતા રબારી પણ હાજર

Hello Morbi

Leave a Comment