• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કોરોનાનો રાફડો ફાટતા શહેરમાં હાલ અધધ 100 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન, જાણો ક્યાં કેટલા કેસ?

એકાએક અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને સરકાર હરકતમાં આવી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા.

બોડકદેવમાં કોરોનાના કેસમાં અતિશય વધારો થતા બોડકદેવની સોસાયટીઓને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. બોડકદેવ વિસ્તારની 30થી 45 ફ્લેટની દરેક સ્કીમમાં 10થી 15 પોઝિટીવ કેસ આવતા ફફડાટ ફેલાયો છે.

સેટેલાઈટના ધનંજય ટાવરમાં 10 કેસ નોંધાતા કેન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયું છે. પાલડી-વાસણના ઘણા ફ્લેટોમાં પણ મોટી સંખ્યામાં કોરોનાનો પગપસેરો થયો છે. 40 કેસ નોંધાતા પ્રેમચંદનગરને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકવામાં આવ્યું છે. સુભાષબ્રિજ અને મેમનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવારે સવારના 6 કલાક સુધી સળંગ 57 કલાકનો કરફયૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો સિવાય અન્ય કોઈ પણ દુકાન કે ધંધાનુ સ્થળ ખુલ્લુ રાખી શકાશે.બીજી તરફ શહેરમાં સોમવારે રાતના 9થી સવારના 6 સુધી અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ કરફયૂનો અમલ ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે.

Related posts

*HELLO MORBI:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI NEWS;શ્રી હનુમાનજી જન્મોત્સવની જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય ઉજવણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભવ્ય પોથીયાત્રા સાથે મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારંભ*

editor

Leave a Comment