• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા ભારતીય જનતા પાર્ટી ની પ્રથમ કારોબારી ની મિટિંગ યોજાઈ*

ડીસા ના લોકલાડીલા ધારા સભ્ય શશીકાંત ભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને મળી કારોબારી

—————————————-

ડીસા શહેર ભાજપની નવી નિમાયેલ કારોબારીની પ્રથમ મીટીંગ ડીસાના ઉત્સાહી ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાના અધ્યક્ષસ્થાને માળી સમાજની વાડી ખાતે મળી હતી.વંદેમાતરમ ગાન અને દીપપ્રાગટયથી શરૂ થયેલ મીટીંગમાં સૌનું શાબ્દિક સ્વાગત ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક પઢિયારે કર્યુ હતું.કોરોના દરમ્યાન મૃત્યુ પામેલ ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને શ્રધ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ જીલ્લા કારોબારી સદસ્ય ભગવાનભાઈ બંધુએ રજૂ કર્યો હતો.કોરોનાને લગતી સરકારની કામગીરી બાબતે જિલ્લા ઉપપ્રમુખ ડો.રીટાબેન પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.ડીસા શહેર પ્રભારી યશવંતભાઈ બચાણીએ ભાજપના આગામી કાર્યક્રમોનો ચિતાર આપી તમામ કાર્યકરોને બિરદાવ્યા હતા.કાર્યક્રમના અધ્યક્ષ અને ડીસાના કર્મઠ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાએ નવી કારોબારીને અભિનંદન આપી ભાજપની કાર્ય પધ્ધતિ,કાર્યકરોનું મહત્વ તેમજ સરકારની લોકાભિમુખ કામગીરીથી સૌને વાકેફ કર્યો હતા.

ડીસા નગર પાલિકા ના પૂર્વ પ્રમુખો અમૃતભાઈ અવસ્થી, શિલ્પા બેન માળી,જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે,પૂર્વ શહેર પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ,પ્રભારી દક્ષાબેન સોલંકી,સિનિયર આગેવાનો દીલીપભાઈ ઠરિયાણી,ડો.દિનેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડીસા શહેર ભાજપ મહામંત્રીઓ હકમાજી જોષી,રાકેશભાઈ પટેલ સહિત સમગ્ર ટીમે મીટીંગની સફળતા માટે પ્રશંસનીય મહેનત કરી હતી.

કાર્યક્રમની આભારવિધિ દીલીપભાઈ ઠરિયાણીએ કરી હતી.જયારે સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થિત સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યુ હતું.

ડીસા શહેર ભાજપના આગેવાનો અશોકભાઈ પટેલ, અતુલભાઈ અખાણી, નરેશભાઈ ઠકકર, કાંતિલાલ લોધા,આનંદભાઈ ઠકકર,નગરપાલિકાના કોર્પોરેટરો, મીડિયા સેલ,પત્રકારો વિગેરે ખાસ હાજર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી નગરપાલીકા એ સિવિલ કોર્ટ માં સી.પી.સી.ઓ-૭,રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવી/રદ કરેલ*

editor

*પડધરી તાલુકાના જીલરિયા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્રો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment