• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સિરામિક સિટી મોરબી ને મહાનગર પાલિકા નો દરજ્જો આપવા સીએમ ને રજૂઆત કરતા મોરબી જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ ગડારા*

મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને ભાજપના પૂર્વ પ્રમુખ ગડારાની રજુઆત

મોરબી : ઔધોગિક રીતે સમૃદ્ધ મોરબી વિકાસ અને વસ્તીની દ્રષ્ટિએ મહાપાલિકાનો દરજ્જો મેળવવા સક્ષમ હોવા છતાં મોરબીને મહાપાલિકાનો દરજ્જો ન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને રજુઆત કરવામાં આવી છે.

 

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબીની મહાનગરપાલીકાનો દરજજો આપવા અગાઉ પણ ઘણી વખત રજૂઆત કરી હતી. મોરબી સિરામિકનું હબ હોય આશરે એક હજાર કરતા પણ વધારે સિરામિક ફેક્ટરીઓ મોરબીમાં સ્થાપિત થયેલી હોય જેથી અન્ય શહેરો તેમજ અન્ય રાજયોમાંથી કામદારો મોરબીમાં વસવાટ કરતા હોવાથી મોરબીની વસ્તી અનેકગણી વધી રહી છે. તેમજ દેશ-વિદેશથી પણ વ્યાપારીઓ ટાઈલ્સના વ્યાપાર અર્થે આવે છે. સીરામિક પ્રોડક્ટસની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટેશન પણ વધી ગયુ હોય ટ્રક જેવા ભારે વાહનોની મોટી સંખ્યામાં દરરોજ અવર-જવર રહે છે. જેથી ટ્રાફિકની પણ અતિ વિકટ સમસ્યા રહે છે.                                                    મોરબીની વસ્તી તેમજ વિકાસ તેમજ મહાનગરપાલીકાની વ્યાખ્યાને ધ્યાને લેતા મોરબીને મહાનગરપાલીકાનો દરજ્જો મળવા પાત્ર છે. તેમ છતાં જો મહાનગરપાલીકાનો દરજજો ન મળે તેમ હોય તો દિન-પ્રતિદીન શહેરનો વિકાસ થતો હોય રોડ-રસ્તા અને ડ્રેનેજ વ્યવસ્થા આયોજન મુજબ કરવા તેમજ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા ડેવલોપમેન્ટ પ્લાન (D.P.) જરૂરી હોય તાત્કાલીક ધોરણે ડેવલોપમેન્ટ પ્લાન (D.P.)ની મંજુરી આપવાની તેઓએ માંગ ઉઠાવી છે.

Related posts

*મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અન્વયે સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરતા રાહત કમિશ્નરશ્રી હર્ષદ પટેલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:નવ નિયુક્ત કમિશનર શ્રીસંગીતાબેન રૈયાણી ની શુભેચ્છા મુલાકાત લેતા કોપોઁરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા*

editor

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ટંકારામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું*

editor

Leave a Comment