• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં* *૯મી ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી*

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિકારી/કર્મચારીઓની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય તા.૦૯/૦૨/૨૦૨૨ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

 

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૯/૦૨/૨૦૨૨ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

 

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Related posts

*મોરબીઃ પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ગોકળગાય ની ગતિ એ ચાલતા કામો વેગવંતા કરવા અપીલ કરી*

Hello Morbi

*કુમાર શાળા ઘાંટવડ અને PHC ઘાંટવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવ્યો.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અમિતભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ: શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

Leave a Comment