• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડિયાણા કન્યા શાળામાં બાળ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન*

શરદ એમ.રાવલ.હડિયાણા.

જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2020 ના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગરના સહયોગથી બાળ સુરક્ષા જાગૃતિ અંગેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગરમાંથી આવેલ અધિકારીશ્રી ઉદયભાઇ વ્યાસ તથા જોસનાબેન દ્વારા શ્રી હડિયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનોને બાળ સુરક્ષા, બાળકોના વિવિધ અધિકારો, ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ, દત્તક વિધાન, પાલક માતા પિતા યોજના, ગુડ ટચ બેડ ટચ વગેરે જેવા બાળકની સુરક્ષા માટેના મુદ્દાઓ અંગે વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી.ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર દ્વારા આજરોજ બાળકોને લગતી વિવિધ યોજનાઓ અંગે પણ વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને કેવી પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું તે અંગે પણ ખાસ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગરમાંથી આવેલા ઉદયભાઇ વ્યાસે ખુબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી અરવિંદ મકવાણા જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગરમાંથી આવેલ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…..

 

Related posts

*HELLO MORBI: જશાપર પ્રાથમિક શાળાના શિક્ષકની ઉત્કૃષ્ટ કામગીરી*

editor

*મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*મોરબીમાં મધ્યમવર્ગની રવિવારી સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી ધમધમી ઉઠી*

Hello Morbi

Leave a Comment