• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાલનપુર મુકામે સંસ્કાર ભારતી, બનાસકાંઠા ની પ્રથમ બેઠક મળી*

તાજેતરમાં તારીખ 20-3-2022 રવિવારે સંસ્કાર ભારતી,બનાસકાંઠાની પ્રથમવાર બેઠક પાલનપુર ખાતે મળી હતી.

આ બેઠકમાં પ્રાંત બૌધ્ધિક પ્રમુખ શ્રી કૈલાશભાઈ ત્રિવેદી , વિભાગ બૌધ્ધિક પ્રમુખ શ્રી નૈલેષભાઈ જોષી , શ્રી ડો.અજયભાઈ જોષી , શ્રી અનિકેતભાઇ ઠાકર ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કૈલાશભાઈ ત્રિવેદી તેમજ ડૉ.અજયભાઈ જોષી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિવિધ વિધાઓના સંયોજકની જવાબદારી સોંપવામાં આવી હતી.

સંસ્કાર ભારતી , બનાસકાંઠા ના અધ્યક્ષ તરીકે ડૉ. ઋષિકેશ રાવલ , મહામંત્રી – મહેન્દ્રભાઈ પરમાર , કોષાધ્યક્ષ – આશુતોષભાઈ દવે તેમજ વિવિધ વિધા ના સંયોજક તરીકે

સંગીત વિધા : શ્રી ધર્મેશભાઈ પ્રજાપતિ,

નાટ્ય વિધા : શ્રી ગિરધારી ગેહાની,

નૃત્ય વિધા : શ્રી કનુભાઈ પ્રજાપતિ ,

ચિત્ર કલા : શ્રી ચંદુભાઈ મોદી,

સાહિત્ય : શ્રી ભગવાનભાઈ બંધુ,

ભૂઅલંકરણ : શ્રીમતી રેખાબેન ચૌહાણ,

માટીકામ : સુમન કટારીયા,

લોકકલા : શ્રી ધનશ્યામદાન ગઢવીની નિમણૂક કરાઈ હતી.

આમ ઉપરોક્ત જવાબદારીઓ ની રચના કર્યા બાદ આગામી સમય માં સંસ્કાર ભારતી, બનાસકાંઠામાં સદસ્યતા અભિયાન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

બેઠકના અંતમાં અધ્યક્ષ શ્રી ઋષિકેશભાઈ રાવલ દ્વારા આગામી સમય માં સંસ્કાર ભારતી, બનાસકાંઠા ને સક્રિય કરી કલાજગતમાં ભારતીય સંસ્કૃતિ ના સંવર્ધન , રક્ષણ અને વિકાસ ને ચરિતાર્થ કરવાની વાત મૂકી બનાસકાંઠા જિલ્લાની પ્રથમ બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો હતો.

Related posts

*HELLO MORBI:સી એમ ભૂપેન્દ્રભાઇ પટેલ રવિવારે સાંજે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરના નિરીક્ષણ માટે ઓચિંતા જ પહોંચીયા*

editor

*HELLO MORBI NEWS:જોડિયાના નેસડા ગામે સર્વ જ્ઞાતિ ૧૧ મો સમૂહ લગ્ન સંપન્ન:૨૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા*

editor

*HELLO MORBI NEWS: ટંકારા:વીજળીબીલની રકમ રૂપિયા ૧૩,૩૦૦ ના ભરનારને એડવોકેટ નિકુંજભાઈ કોટકની ધારદાર દલીલોને ધ્યાનેલઈને કોર્ટે ત્રણમાસ ની સજા ફટકારી*

editor

Leave a Comment