• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુસ્લિમ સમાજમાં આઇકોનિક કામગીરી બદલ ખ્યાતનામ આગેવાન ઇમ્તિયાઝ પઠાણને અપાયો INGENIOUS ICONS AWARDS – 2021*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

– મુસ્લિમ સમાજ પ્રત્યે સમર્પિત કામગીરી અને એક આઇકોનિક લીડર તરીકે સફળ કામગીરી બદલ દેશ નો સન્માનીય અવોર્ડ આપી કરાયું સન્માન

– કેપ્ટન ભૈરવસિંહ રાઠોડ 1971ના હીરો ( બોડર મુવી જેમની લાઈવ પરથી બનેલી છે)

-૧૯૭૧ ની લડાઈ માં ભુજમાં રન બનાવનાર બહેનો, માયા વિશ્વકર્મા (પેડ વુમન), એડવોકેટ વિનોદ પંડ્યા, પત્રકારત્વ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર જીગ્નેશ કાલાવડીયા, ડોક્ટર પ્રફુલ વસાવા (આદિવાસી સમાજના pune સર્જન માટે કટિબદ્ધ લડવૈયા) સહિત અનેક મહાનુભાવો સાથે ઇમ્તિયાઝ પઠાણ ને પણ એવોર્ડથી સન્માનિત કરાયા

જો કંઈક કરી છુટવાની ભાવના હોય તો બધું શક્ય છે સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ સમાજને સંગઠિત કરવાનું એલાન કરી વિશેષ કામગીરી કરનાર પોલીસ પુત્ર અને સામાન્ય પરિવાર માંથી આપબળે આગળ આવી સમાજ સેવા ક્ષેત્રે સીમાચિહ્ન રૂપ કામગીરી કરી સમગ્ર ગુજરાત અને દેશમાં વીખ્યાતી પ્રાપ્ત કરનાર જૂનાગઢના નીડર સમાજસેવી અને મુસ્લિમ એકતા મંચના સુપ્રીમો ઇમ્તિયાઝ પઠાણને દેશનો પ્રતિષ્ઠિત INGENIOUS ICONS AWARDS – 2021 આપી સન્માનિત કરાયા છે અમદાવાદના બોડકદેવ ખાતે આવેલ પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે જય હિન્દ એક્સપ્રેસ ગ્રુપ દ્વારા તારીખ 20 માર્ચના રોજ યોજાયેલ ભવ્ય સમારંભમાં ઉપસ્થિત રાષ્ટ્રીયકક્ષાના લિવિંગ લીજેન્ડ મહાનુભાવોની હાજરીમાં સમાજ સેવા ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેમને આ આઇકોનિક લિડર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ તકે એવોર્ડ મેળવ્યા બાદ પોતાનો પ્રતિભાવ આપતા ઇમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે આ મારું નહીં મારી સાથે જોડાયેલ મુસ્લિમ એકતા મંચના તમામ કાર્યકરો અને સમગ્ર મુસ્લિમ સમાજ નું સન્માન છે દેશમાં અને ગુજરાતમાં મુસ્લિમ સમુદાયમાં યુવાનોને મુખ્ય પ્રવાહમાં ભેળવવાની સાથે મુસ્લીમ સમાજ નો સામાજિક અને આર્થિક વિકાસ થાય દેશમાં એકતા અને બંધુતા વધે તે દિશામાં કામ કરવાની જરૂરિયાત ઊભી થતાં તેમના દ્વારા મુસ્લિમ એકતા મંચની વિધિવત સ્થાપના કરી ગામે ગામ સંમેલનનો શિબિરો ના માધ્યમથી એક હકારાત્મક વાતાવરણ ઉભું કરવામાં અને દરેક તબક્કાના આગેવાનોને એક મંચ ઉપર લાવી જોડવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે ગુજરાતના કોઇપણ શહેરમાં કોઈપણ સમાજના છેવાડાના માનવીને કોઇ મુશ્કેલી કે અન્યાયનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિમાં ઈમ્તિયાઝ પઠાણ પોતે દોડી જઇ અનેક મામલે તંત્રનું ધ્યાન દોરતા સ્થાનિક કક્ષાએથી લઈ અને કેન્દ્ર સુધી જનતાનો અવાજ પહોંચાડ્યો છે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હત્યાના બનાવો કે વ્યાજખોરોનો ત્રાસ કે કોઈપણ મહિલા સંબંધિત મામલાઓમાં તંત્રને સાથે રાખી હંમેશા લોકોના ન્યાયહિતમાં અગ્રેસર રહ્યા છે લોકડાઉન સમયે હજારો ફૂડ પેકેટનું વિતરણ હોય કે કોઈ પણ સંકટ સમયે સમાજને રાહબરી ની જરૂર હોય તેમણે હંમેશા જેટ ગતિએ કાર્યો કર્યા છે પોતે લીધેલ અનેક વિશ્વ વિખ્યાત કોર્ષો ની ટ્રેનીંગ દ્વારા યુવાનોને મોટીવેટ કરવા પણ દરેક માધ્યમથી પ્રયત્નો કરતા આવ્યા છે સરકારી ભરતી સમયે પણ યુવાનોને રહેવા-જમવાની મુશ્કેલી ન થાય તે હેતુ તેમને વિશેષ કામગીરી કરી છે ઘરેલુ હિંસાના મામલે તેમના દ્વારા એક અનેરી મુહિમ ચલાવી ઘણા એવા નાના મોટા વાદ-વિવાદમાં સમાધાન કરાવી સમાજને એક નવી રાહ ચીંધી છે અંધશ્રદ્ધા બાબતે લોકોમાં જાગૃતતા ફેલાવી એક સાચા સમાજસેવી ની ઓળખ ઉભી કરી છે જેથી મુસ્લિમ સમાજના યુવાનોએ પણ ઇમ્તિયાઝ પઠાણને મુસ્લિમ સમાજના ટાઈગર તેમજ લીડર ઓફ યંગ જનરેશન તરીકે નું બિરુદ આપ્યું છે કોઈ પણ કામ અશક્ય નથી તે વાત તેમણે સાર્થક કરી છે આ તેમની કામગીરીથી મુસ્લિમે એકતા મંચના નામે વિશાળ સમાજસેવી પરિવારના સુર્જન માટે સફળ રહ્યા છે ઇમ્તિયાઝ પઠાણને આ દેશના ટોચના હસ્તીઓ અને લિવિંગ લીજેન્ડ કહી શકાય તેવા મહાનુંભાવોની સાથે INGENIOUS ICONS AWARDS- 2021 પ્રાપ્ત થતા તેમના પર દેશભરમાંથી ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહેલ છે સમગ્ર મુસ્લિમ સમાજમાં ઇમ્તિયાઝ પઠાણના સન્માનથી ગર્વ સાથે ખુશીનો માહોલ સર્જાયો છે

 

Related posts

*કાલાવાડના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુસડીયા દ્વારા મારું બુથ મારૂ ગૌરવ ના કાર્યક્રમને સફળ બનાવવા જન જન સુધી પહોંચ્યા*

Hello Morbi

*HELLO MORBI:અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના ડોક્ટર્સ બનેલ વિધાર્થીઓનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

editor

*જોડિયાના લીંબુડા ગામે આશિક લોક ડાઉન નો નિર્ણય લેવાયો*

Hello Morbi

Leave a Comment