• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના ભાદરા ગામે વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ યોજાયો હતો*

રિપોર્ટર.. શરદ એમ.રાવલ.

હડિયાણા…આજરોજજામનગર જીલા પંચાયતની જોડિયા સીટ અંતર્ગત ભાદરા ગામે સરકારશ્રી દ્વારા વંદે ગુજરાત વિકાસરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જોડિયા મામલતદાર નિલેશભાઈ વ્યાસ સાહેબ હતા.તેમજ સાથે તા.વિ.અ. કુ.માધુરીબેન પટેલ તેમજ પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ તેમજ અન્ય તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ રથનું સ્વાગત કરીને પા.શાળા ભાદરાની બાળાઓ દ્વારા કરી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભવોનું ઔષધીય છોડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.અને ત્યારબાદ સરકારશ્રીની અલગ અલગ યોજનાઓના લાભાર્થીઓને તેમના હુકમ તથા મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ભાદરા પ્રા.શાળા તથા યુપીવી કન્યા વિધાલયની બાળાઓ દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવીને શોભા વધારી હતી અને બધાને ખુશ કરી દીધા હતા. આ તકે ભાદરા ગામના આગેવાનો ગ્રામજનો બહોળી સંખ્યામા હાજર રહયા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન કેળવણી નિરિક્ષક ગજેરાભાઈ દ્વારા કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારદા પ્રા.શાળા સમગ્ર સ્ટાફ તેમજ શાળાના _વિદ્યાર્થીઓ ગામના તલાટી કમ મંત્રી_ વિપુલભાઈ પનારા વિસ્તરણ અધિકારી ઘેટિયા પ્રવીણભાઈ દ્વારા જહેમત ઉઠાવીને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો.આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.અને આ તકે ભાદરા ગામના તમામ ગ્રામજનોનો વહીવટી તંત્ર દ્વારા હ્ર્દયપૂર્વક આભાર માનવામાં આવે છે……..

 

Related posts

*મોરબી એ ગ્રેડની નગર પાલિકા માટે હાઇકેડર ના ચીફ ઓફિસર ની તાત્કાલિક નિમણુક કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ:બાળ વિજ્ઞાની બાળકોએ ચંદ્રયાન-𝟑નાં મોડલ દ્વારા ચંદ્ર દિવસની ઉજવણી કરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં આવતીકાલે શુક્રવારે યુરો સર્જનની રાહતદરે ઓપીડી*

editor

Leave a Comment