• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી મુકામે સમસ્ત લોહાણા સમાજ ની તા.૧૨-૭ મંગળવાર ના રોજ અગત્ય ની મીટીંગ*

*તા. ૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાનાર રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ ના આયોજન અંગે ની બેઠક મા રાજકોટ, મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચ ના હોદેદારો સહીત ના ગામેગામ થી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.*

 

જય જલારામ સાથ જણાવવા નુ કે આગામી તા.૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ *મોરબી કેશવ પાર્ટી પ્લોટ-લીલાપર કેનાલ રોડ* ખાતે *રઘુવંશી ક્રાંતિ મંચ* દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ ના *મહાસંમેલન તથા મહાપ્રસાદ* નુ અભુતપૂર્વ આયોજન કરવા મા આવેલ છે. તેના અનુસંધાન મા આગામી મંગળવાર *તા.૧૨-૭-૨૦૨૨* ના રોજ સાંજે ૭ કલાકે *મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન-વસંત પ્લોટ* ખાતે અગત્ય ની મીટીંગ તેમજ ભોજન પ્રસાદ નુ આયોજન કરવા મા આવેલ છે. આ મીટીંગ મા *મોરબી લોહાણા મહાજન તથા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ*, *રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કર તથા સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ સોનલ બેન વસાણી*, *વાંકાનેર લોહાણા સમાજ અગ્રણી પવિત્ર શ્રી રામધામ ના પ્રણેતા શ્રી જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર લોહાણા મહાજન ના અગ્રણીઓ*, *ટંકારા લોહાણા મહાજન તથા યુવક મંડળ ના અગ્રણીઓ*, *રાજકોટ લોહાણા સમાજ અગ્રણી શ્રી હસુભાઈ ભગદે તથા રાજકોટ રઘુવંશી પરિવાર ના અગ્રણીઓ*, *હળવદ લોહાણા સમાજ અગ્રણી શ્રી બકાભાઈ ઠક્કર તથા હળવદ લોહાણા મહાજન ના અગ્રણીઓ* ઉપસ્થિત રહેશે.

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા તથા રાજકીય-સામાજીક ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ *રઘુવંશી ક્રાંતિ મંચ* દ્વારા મોરબી મુકામે યોજાનાર *રઘુવંશી મહાસંમેલન* ના આયોજન ના ભાગરૂપે યોજાનાર મીટીંગ મા સમસ્ત રઘુવંશી સમાજ ના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

*વિનંતીઃ મીટીંગ તેમજ ભોજન પ્રસાદ નુ આયોજન હોય, દરેક મહાનુભવો એ તા.૧૨-૭-૨૦૨૨ મંગળવારે સાંજે ૭ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સમયસર ઉપસ્થિત રહેવુ.*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 𝟏𝟕 વર્ષથી અવિરત પગયાત્રા*

editor

*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રબારી સમાજ ના ધર્મ ગુરુ બળદેવ ગીરીજી બાપુ ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે પ.પૂ. ગુરૂદેવ વાલગીરીબાપુ (ગુરૂ શ્રી મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment